April 3, 2026
ગુજરાત

સફળતાની સાફલ્ય ગાથાનું સન્માન: ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા પ્રથમવાર 'શક્તિ એવોર્ડ'નું આયોજન,11 પ્રેરણાદાયી મહિલાઓની પસંદગી

11:03:00 AM
Save
Apr 3, 2026
Share :

સફળતાની સાફલ્ય ગાથાનું સન્માન: ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા પ્રથમવાર 'શક્તિ એવોર્ડ'નું આયોજન,11 પ્રેરણાદાયી મહિલાઓની પસંદગી

અમદાવાદ શહેરની જમીની સ્તર પર કાર્ય કરતી અગ્રણી સામાજિક સંસ્થા પૈકીની એક, 'ડ્રીમ ફાઉન્ડેશન' દ્વારા આગામી 5મી એપ્રિલ, 2026ને રવિવારના રોજ એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાની સ્થાપનાને સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ થવાના અવસરે, સમાજમાં પોતાની મક્કમ ઓળખ બનાવનાર નારી શક્તિને બિરદાવવા માટે 'શક્તિ એવોર્ડ' એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમ અમદાવાદના ખ્યાતનામ એએમએ હોલ ખાતે સાંજે 5:00 કલાકે યોજાશે, જેમાં શહેરના ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ એવોર્ડ્સ એવી મહિલાઓને એનાયત કરવામાં આવનાર છે, જેઓએ સામાજિક, શૈક્ષણિક, આર્થિક કે કલા ક્ષેત્રે અનેક પડકારોનો સામનો કરીને સફળતાના શિખરો સર કર્યા છે. ડ્રીમ ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય એવી પ્રેરણાદાયી મહિલાઓને મંચ પૂરું પાડવાનો છે, જેમની સંઘર્ષગાથા અને સાફલ્યગાથા અન્ય હજારો મહિલાઓ માટે પ્રોત્સાહનનું કિરણ બની શકે. આ વર્ષે કુલ 11 તેજસ્વી મહિલાઓની પસંદગી 'શક્તિ એવોર્ડ 2026' માટે કરવામાં આવી છે. સંસ્થાના ફાઉન્ડર નિરવ જે. શાહે કાર્યક્રમની પ્રથમ આવૃત્તિ વિશે ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે, અમે જ્યારે ડ્રીમ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી, ત્યારે અમારું સપનું હતું કે સમાજમાં ખરા અર્થમાં પરિવર્તન લાવનાર વ્યક્તિઓને સન્માનિત કરીએ.

આજે બે વર્ષ પૂર્ણ થવાના આરે શક્તિ એવોર્ડની જાહેરાત કરતા અમને ગર્વ થાય છે. અમને મળેલો પ્રતિસાદ અભૂતપૂર્વ છે અને તે અમને ભવિષ્યમાં વધુ સારા કાર્યો કરવા માટે ઉર્જા પૂરી પાડે છે. સન્માનિત થનાર મહિલાઓના જીવન પર આધારિત ટૂંકી ફિલ્મ્સ અથવા પ્રેઝન્ટેશન દ્વારા તેમના કાર્યોની ઝલક રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા મહેમાનોને પણ નારી શક્તિના વિવિધ પાસાઓ વિશે જાણવા મળશે અને સમાજ સેવાની નવી પ્રેરણા મળશે.