April 7, 2026
ગુજરાત

સ્ત્રી સશક્તિકરણ એ જ રાષ્ટ્રનો પાયો : શક્તિ એવોર્ડ્સ 2026 એનાયત કરી 11 મહિલાઓની સિદ્ધિઓને બિરદાવતું ડ્રીમ ફાઉન્ડેશન... 

11:36:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સ્ત્રી સશક્તિકરણ એ જ રાષ્ટ્રનો પાયો : </strong></span>શક્તિ એવોર્ડ્સ 2026 એનાયત કરી 11 મહિલાઓની સિદ્ધિઓને બિરદાવતું <strong>ડ્રીમ ફાઉન્ડેશન... </strong></p>

અમદાવાદમાં સામાજિક સેવાની જ્યોત પ્રજ્વલિત રાખનાર ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ગતરોજ રવિવારે શહેરના પ્રતિષ્ઠિત AMA (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) ખાતે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર 11 તેજસ્વી મહિલાઓને 'શક્તિ એવોર્ડ 2026' અને પ્રમાણપત્ર એનાયત કરી તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

ગૌરવશાળી ઉપસ્થિતિ અને માર્ગદર્શન
કાર્યક્રમની ગરિમા વધારવા માટે વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય યદુનાથ મહોદયા, લોકપ્રિય વક્તા રેખાબેન દેસાઇ, જાણીતા ગાયનોકોલોજીસ્ટ ડૉ. લીના પટેલ અને શિક્ષણવિદ ગિતીકા સલુજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ જણાવ્યું હતું કે, જ્યારે એક મહિલા સશક્ત બને છે ત્યારે આખો પરિવાર અને રાષ્ટ્ર પ્રગતિના પંથે આગળ વધે છે.

સન્માનિત નારી રત્નોની યાદી
પોતાના ક્ષેત્રમાં મક્કમતાથી આગળ વધીને સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરનાર આ મહિલાઓને એવોર્ડ એનાયત કરાયા હતા. 

સોનાલી મોહંતી : શક્તિ એક્સેલેન્સ એવોર્ડ (HR અને સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ)
ડૉ. મિતાલી વસાવડા : શક્તિ હેલ્થકેર એક્સેલેન્સ એવોર્ડ
લિપી ગોયલ : શક્તિ વોઇસ એન્ડ એક્સેલન્સ એવોર્ડ
હેપ્પી રબારી અને લકી રબારી : શક્તિ કલ્ચરલ હેરિટેજ એન્ડ ફોક આર્ટ એવોર્ડ
બિરવા મેહતા : શક્તિ સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ
ધૈર્યા રાઠોડ : શક્તિ મીડિયા એન્ડ જર્નાલિસમ એક્સેલેન્સ એવોર્ડ
સ્વાતિ પંચાલ : ફાઈનાન્સ એન્ડ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ લીડરશીપ એવોર્ડ
માયા જોશી : શક્તિ એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ
અંજલિ કોઠારી : વેલનેસ કોચિંગ એવોર્ડ
ખુશ્બૂ વૈદ્ય : એડટેક સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન એક્સેલન્સ એવોર્ડ

ફાઉન્ડરનો સંદેશ
ડ્રીમ ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવ જે. શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સંતુલિત સમાજના સર્જન માટે સ્ત્રી સશક્તિકરણ મહત્વપૂર્ણ પરિબળ છે. તેથી જ સ્ત્રી સશક્તિકરણ એ માત્ર મહિલાઓના વિકાસ પૂરતુ સિમિત રહેતું નથી, પરંતુ વાસ્તવમાં તે સમાજ અને રાષ્ટ્ર ઉત્થાનનો પાયા તરીકે કાર્ય કરે છે. આ શક્તિ એવોર્ડની વિભાવના આવી જ મહિલાઓની સફળતાની ગાથાને ઓળખવા, પોંખવા અને બિરદાવવા માટે કરવામાં આવી છે.

ડ્રીમ ફાઉન્ડેશનની સ્થાપનાને બે વર્ષ પૂર્ણ થવાના અવસરે શક્તિ એવોર્ડની પ્રથમ આવૃત્તિનું આયોજન
સંસ્થાની સ્થાપનાને બે વર્ષ પૂર્ણ થતા આ પ્રથમ એવોર્ડ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રીમ ફાઉન્ડેશન વર્ષ દરમિયાન શિક્ષણ, આરોગ્ય અને મહિલા સ્વનિર્ભરતા માટે સતત કાર્યરત છે. સંસ્થાની મુખ્ય પહેલ 'પસ્તી સે પઢાઈ તક' હાલમાં ખૂબ જ લોકપ્રિય અને સફળ રહી છે, જેના થકી વંચિત બાળકોના શિક્ષણનો માર્ગ મોકળો થઈ રહ્યો છે. આ પ્રસંગે સંસ્થાના વોલેન્ટીયર્સ અને દાતાઓનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો.