April 1, 2026
ગુજરાત

હવે ડુમસ સી-ફેસ પર કચરો નાખતા પહેલા વિચારજો: સુરત મનપાનું કડક વલણ, કચરા મુક્ત અભિયાન શ

10:55:00 AM
Save
Mar 26, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>હવે ડુમસ સી-ફેસ પર કચરો નાખતા પહેલા વિચારજો:</strong></span> સુરત મનપાનું કડક વલણ, કચરા મુક્ત અભિયાન શ</p>

દેશભરમાં અગ્રેસર રહેનાર સુરત મહાનગરપાલિકા માટે તેનો ડ્રીમ પ્રોજેક્ટ ‘ડુમસ સી-ફેસ’ અત્યારે સ્વચ્છતા જાળવણી મુદ્દે મોટો પડકાર બની રહ્યો છે. અંદાજે ₹166 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ નયનરમ્ય પ્રોજેક્ટમાં મુલાકાતીઓ દ્વારા ફેલાવવામાં આવતી ગંદકીને રોકવા માટે પાલિકા તંત્રએ હવે આકરાં પગલાં લેવાની સત્તાવાર જાહેરાત કરી છે. ખાસ કરીને વીકએન્ડ દરમિયાન અહીં ઉમટતી ભારે ભીડ બાદ વિસ્તાર કચરાના ઢગલામાં ફેરવાઈ જતો હોવાની ગંભીર નોંધ લેવામાં આવી છે. પાલિકાના આંકડા મુજબ, લોકાર્પણ બાદ પ્રથમ વીકએન્ડમાં જ પ્રવાસીઓની ભારે ભીડને કારણે આશરે 300 કિલો જેટલો કચરો ઉઠાવવો પડ્યો હતો.

લોકો મનોરંજન માટે અહીં આવે છે, પરંતુ નાસ્તાના પેકેટ, પ્લાસ્ટિકની બોટલો અને અન્ય કચરો ગમે ત્યાં ફેંકી દેતા હોવાથી પ્રોજેક્ટની સુંદરતા અને તેની જાળવણી પર મોટું જોખમ ઊભું થયું છે. આ પરિસ્થિતિને ડામવા માટે પાલિકાએ હવે આખા વિસ્તારને ‘કચરા મુક્ત વિસ્તાર’ જાહેર કરવાની તૈયારી હાથ ધરી છે. ગંદકી ફેલાવનારા તત્વોને પકડવા માટે હવે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર સી-ફેસ વિસ્તારમાં હાઈ-ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે, જેનું સીધું જોડાણ પાલિકાના આઈસીસીસી સેન્ટર સાથે હશે. આ કેમેરાની મદદથી કચરો ફેંકતા લોકોને ઓળખી કાઢીને તેમના વિરુદ્ધ તાત્કાલિક વહીવટી કાર્યવાહી કરવામાં આવશે, જેથી ડિજિટલ મોનિટરિંગ દ્વારા શિસ્ત જળવાઈ રહે.

માત્ર ટેકનોલોજી જ નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર પણ કડક નિરીક્ષણ રાખવામાં આવશે. પાલિકા દ્વારા સ્થળ પર 20 થી 30 જેટલા માર્શલોની વિશેષ નિમણૂક કરવામાં આવશે. આ માર્શલ સતત પેટ્રોલિંગ કરશે અને જો કોઈ વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકતા પકડાશે, તો તેની પાસેથી સ્થળ પર જ દંડ અને વહીવટી ખર્ચ વસૂલવામાં આવશે. આ પગલાનો મુખ્ય હેતુ લોકોમાં કાયદાનો ડર ઊભો કરવાનો અને સ્વચ્છતા પ્રત્યે સભાન કરવાનો છે. સ્વચ્છતાના આ મિશનમાં જનભાગીદારી વધારવા માટે પાલિકાએ વિવિધ એન.જી.ઓ. અને વિદ્યાર્થી સંગઠનોને પણ સાથે જોડ્યા છે.

વીકએન્ડ દરમિયાન જ્યારે ભીડ વધુ હોય છે, ત્યારે આ સંસ્થાઓના સ્વયંસેવકોને અલગ-અલગ ઝોનની જવાબદારી સોંપવામાં આવશે. આ સ્વયંસેવકો પ્રવાસીઓ વચ્ચે જઈને તેમને કચરો ડસ્ટબિનમાં નાખવા માટે સમજાવશે અને 'સ્વચ્છ સુરત'નો સંદેશ આપશે. કડક દંડ, સીસીટીવી સર્વેલન્સ, માર્શલની ફોજ અને સામાજિક સંસ્થાઓના સહયોગથી ડુમસ સી-ફેસને કાયમી ધોરણે સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવામાં સફળતા મળશે. આગામી દિવસોમાં આ કડક અમલવારી શરૂ કરી દેવામાં આવશે, જેથી સુરતની આગવી ઓળખ સમાન આ પ્રોજેક્ટની ગરિમા જળવાઈ રહે.