April 1, 2026
ગુજરાત

રાજકોટમાં ઈદની રોનક: મસ્જિદોમાં ઉભરાયું માનવમહેરામણ, સુખ-શાંતિ માટે કરવામાં આવી દુઆ

09:57:00 AM
Save
Mar 21, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રાજકોટમાં ઈદની રોનક:</strong></span> મસ્જિદોમાં ઉભરાયું માનવમહેરામણ, સુખ-શાંતિ માટે કરવામાં આવી દુઆ</p>

રાજકોટની ઈદગાહ અને સદર જુમ્મા મસ્જિદ ખાતે આજે હજારો મુસ્લિમ ભાઈઓએ ઈદની નમાજ અદા કરી એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી. પોલીસ તંત્રના સહયોગ અને કમિશનરની ખાસ ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની એકતા અકબંધ રહે તેવા શુભ સંકલ્પ સાથે ઈદનો પ્રારંભ થયો આજે રાજકોટ શહેરમાં ઈદના પર્વની ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરની ઐતિહાસિક સદર જુમ્મા મસ્જિદ અને ઈદગાહ મસ્જિદ ખાતે વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોનો મહેરામણ ઉમટી પડ્યો હતો.

રાજકોટના વિવિધ વિસ્તારોમાંથી આશરે 5 હજારથી વધુ લોકોએ એકસાથે એકત્રિત થઈને ઈદની નમાજ અદા કરી હતી. સમગ્ર નમાજ વિધિ અત્યંત શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ માહોલમાં સંપન્ન થઈ હતી. નમાજ બાદ લોકોએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી અને મીઠાઈઓ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી. પોલીસ કમિશનર દ્વારા શુભેચ્છાઓ આ પવિત્ર અવસરે રાજકોટ પોલીસ કમિશનરે પણ મુસ્લિમ સમાજની મુલાકાત લઈ તમામ બિરાદરોને ઈદની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી, જે બદલ સમાજના અગ્રણીઓએ તંત્રનો આભાર માન્યો હતો, ઈદની નમાજ દરમિયાન ખાસ કરીને 'રાજકોટમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે' તેમજ દેશ અને શહેરની પ્રગતિ થાય તેવી ખાસ દુઆ માંગવામાં આવી હતી. આ તહેવારે રાજકોટની કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.