April 10, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ચૂંટણી આયોગનો ફિયાસ્કો: નિરીક્ષકોની નિમણૂકના આદેશમાં રાતોરાત ફેરફાર, તંત્ર દોડતું થયું

03:21:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ચૂંટણી આયોગનો ફિયાસ્કો:</strong></span> નિરીક્ષકોની નિમણૂકના આદેશમાં રાતોરાત ફેરફાર, તંત્ર દોડતું થયું</p>

ગુજરાતમાં આગામી મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજ્ય ચૂંટણી આયોગની વહીવટી સજ્જતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પારદર્શક અને ન્યાયી ચૂંટણીના દાવાઓ વચ્ચે, આયોગ દ્વારા નિરીક્ષકોની નિમણૂકના આદેશોમાં માત્ર 24 કલાકમાં જ કરવામાં આવેલા ફેરફારોએ વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચાવી દીધી છે. 9 એપ્રિલે કરાયેલો હુકમ રાતોરાત રદ કરી નવો સુધારા હુકમ બહાર પાડવાની નોબત આવતા અધિકારી આલમમાં પણ ભારે મુંઝવણ જોવા મળી રહી છે.

ચૂંટણી જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં આયોજનના અભાવને કારણે હવે નિષ્પક્ષતા અને આચારસંહિતાના કડક પાલન સામે પણ રાજકીય વિશ્લેષકો આંગળી ચીંધી રહ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વિવિધ જિલ્લાઓ માટે ચૂંટણી નિરીક્ષકોની નિમણૂકનો હુકમ કરવામાં આવ્યો હતો. જોકે, આશ્ચર્યજનક રીતે આ હુકમના માત્ર 24 કલાકમાં જ આયોગે જૂનો ઓર્ડર ‘મૂળ અસરથી રદ’ કરીને નવો ‘સુધારા હુકમ’ બહાર પાડવો પડ્યો છે. એક જ દિવસમાં આદેશોમાં થયેલા આ ફેરફારો આયોગની વહીવટી સજ્જતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.

છેલ્લી ઘડીએ આદેશો બદલાતા નિરીક્ષક તરીકે નિમણૂક પામેલા IAS અને વરિષ્ઠ અધિકારીઓમાં ભારે અવઢવ જોવા મળી રહી છે. જે અધિકારીઓને ગઈકાલે અમુક જિલ્લાઓની જવાબદારી સોંપાઈ હતી, તેઓ આજે નવા આદેશો મુજબ અન્યત્ર દોડતા થયા છે. વહીવટી તંત્રમાં આ સ્થિતિને કારણે ‘અંધેરી નગરી’ જેવો ઘાટ સર્જાયો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.  ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનું પાલન, ઉમેદવારી પત્રોની ચકાસણી અને EVM ની સુરક્ષા જેવી મહત્વની કામગીરી નિરીક્ષકોના શિરે હોય છે.

નિરીક્ષકો મેદાનમાં મોડા ઉતરતા અને આદેશોમાં વારંવાર બદલાવ આવતા ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શિતા સામે રાજકીય વિશ્લેષકો આશંકા વ્યક્ત કરી રહ્યા છે. નિરીક્ષકો ફિલ્ડ પર મોડા પહોંચવાના કારણે સ્થાનિક સ્તરે આચારસંહિતા ભંગની ઘટનાઓ પર લગામ કસવામાં વિલંબ થઈ શકે છે. જ્યારે લોકશાહીનો મોટો ઉત્સવ માથે હોય ત્યારે આયોગની આવી ‘હળવાશ’ અને આગોતરા આયોજનના અભાવે વહીવટી વર્તુળોમાં પણ નારાજગી ફેલાવી છે.