April 1, 2026
બોલિવૂડ

ચાહકો માટે માઠા સમાચાર: કોપીરાઈટની તકરારને કારણે ‘હેરા ફેરી 3’નું શૂટિંગ અટવાયું?

10:45:00 AM
Save
Mar 24, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ચાહકો માટે માઠા સમાચાર:</strong></span> કોપીરાઈટની તકરારને કારણે ‘હેરા ફેરી 3’નું શૂટિંગ અટવાયું?</p>

બોલિવૂડની આઈકોનિક કોમેડી ફ્રેન્ચાઈઝી ‘હેરા ફેરી 3’ હાલમાં ગંભીર કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ છે. સાઉથના જાણીતા નિર્માતા અને સેવન આર્ટસ ઇન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર વિજય કુમારે મદ્રાસ હાઈકોર્ટમાં દાવો કર્યો છે કે આ ફ્રેન્ચાઈઝીના અસલી માલિક તેઓ છે. તેમના જણાવ્યા અનુસાર, ફિરોઝ નડિયાદવાળા પાસે આ ફિલ્મનો ત્રીજો ભાગ બનાવવાની કોઈ કાયદેસરની સત્તા નથી.વિજય કુમારનો આરોપ છે કે તેમણે 1989ની મૂળ મલયાલમ હિટ ફિલ્મ 'રામોજી રાવ સ્પિકિંગ'ના હિન્દી રીમેક બનાવવાના અધિકારો ફિરોઝ નડિયાદવાળાને માત્ર એક જ વાર આપ્યા હતા.

આ પરવાનગી હેઠળ વર્ષ 2000માં પ્રિયદર્શનના નિર્દેશનમાં 'હેરા ફેરી' બની હતી. વિજય કુમારના કહેવા પ્રમાણે, કરાર મુજબ નડિયાદવાળા માત્ર એક જ ફિલ્મ બનાવી શકતા હતા, સીક્વલ નહીં. નિર્માતાએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2006માં જ્યારે 'ફિર હેરા ફેરી' બનાવવામાં આવી, ત્યારે તે પણ હકીકતમાં કોપીરાઈટનો ભંગ હતો. જોકે, તે સમયે મૂળ માલિકોને આ ઉલ્લંઘનની જાણ થઈ નહોતી અથવા તેમણે તેને જતી કરી હતી. પરંતુ હવે જ્યારે ત્રીજા ભાગની જાહેરાત થઈ અને રાઈટ્સ અન્ય કંપનીને વેચવાની વાત આવી, ત્યારે આ મામલો વકર્યો છે.

વિજય કુમારને સૌથી વધુ વાંધો એ વાતનો છે કે ફિરોઝ નડિયાદવાળાએ પોતે માલિક ન હોવા છતાં ‘હેરા ફેરી 3’ના રાઈટ્સ અક્ષય કુમારની પ્રોડક્શન કંપની ‘કેપ ઓફ ગુડ ફિલ્મ્સ’ને વેચી દીધા છે. વિજય કુમારનું કહેવું છે કે જે મિલકત તમારી પાસે નથી, તેને તમે કોઈ ત્રીજી વ્યક્તિને કેવી રીતે વેચી શકો? આથી તેમણે આ વ્યવહારને ગેરકાયદેસર ગણાવ્યો છે. આ પ્રોજેક્ટ અગાઉ પણ વિવાદોમાં રહ્યો છે. અગાઉ પરેશ રાવલે ફિલ્મ છોડવાની જાહેરાત કરી ત્યારે અક્ષય કુમારે તેમને કાનૂની નોટિસ આપી હતી.

જોકે, બાદમાં સુનીલ શેટ્ટીની મધ્યસ્થીથી બંને વચ્ચે સમાધાન થયું હતું અને પરેશ રાવલ ‘બાબુ ભૈયા’ તરીકે પરત ફર્યા હતા. પરંતુ આ કાયદાકીય લડાઈએ હવે ફરી શૂટિંગ પર બ્રેક લગાવી દીધી છે.દિગ્દર્શક પ્રિયદર્શને પણ સંકેત આપ્યા છે કે આ કાનૂની ગૂંચવણોને કારણે 2026માં ફિલ્મનું શૂટિંગ શરૂ થવું મુશ્કેલ છે. ચાહકો જે ત્રિપુટી (અક્ષય, સુનીલ, પરેશ) ને જોવા માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે, તેમના માટે આ અહેવાલ નિરાશાજનક છે. હવે સૌની નજર કોર્ટના અંતિમ ચુકાદા પર ટકેલી છે.