લોઅર પરેલ બન્યું માધુરી દીક્ષિતનું નવું એડ્રેસ! અભિનેત્રીએ ભાડે લીધી 731 સ્કે. ફૂટની ઓફિસ
બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી માધુરી દીક્ષિતે મુંબઈના પ્રાઈમ બિઝનેસ હબ ગણાતા લોઅર પરેલ વિસ્તારમાં એક આલીશાન ઓફિસ સ્પેસ ભાડે રાખી છે. આ વિસ્તાર મુંબઈના સૌથી મોંઘા અને વ્યવસાયિક રીતે સક્રિય વિસ્તારોમાંનો એક માનવામાં આવે છે, જ્યાં અનેક મોટી કોર્પોરેટ કંપનીઓ અને સેલિબ્રિટીઝની ઓફિસ આવેલી છે. રજિસ્ટર્ડ દસ્તાવેજો અનુસાર, માધુરીએ લોઅર પરેલના એક પ્રતિષ્ઠિત કોમર્શિયલ બિલ્ડિંગમાં સ્કે. ફૂટનો કાર્પેટ એરિયા ધરાવતો ગાળો લીઝ પર લીધો અભિનેત્રીએ આ ઓફિસ માટે કુલ પાંચ વર્ષનો લાંબો ભાડા કરાર કર્યો છે. આ કરાર મુજબ, શરૂઆતના વર્ષોમાં ભાડું ઓછું રહેશે અને દર વર્ષે તેમાં ક્રમશઃ વધારો કરવામાં આવશે.
આ પ્રકારના લાંબા ગાળાના કરાર સામાન્ય રીતે વ્યવસાયિક સ્થિરતા માટે કરવામાં આવતા હોય છે.ભાડાની વિગતો તપાસતા જાણવા મળ્યું છે કે પ્રથમ વર્ષે માધુરી દર મહિને ₹૪.૨૫ લાખ ભાડું ચૂકવશે. બીજા વર્ષે આ રકમ વધીને ₹4.46 લાખ, ત્રીજા વર્ષે ₹4.68 લાખ, ચોથા વર્ષે ₹4.91 લાખ અને પાંચમા વર્ષે માસિક ભાડું ₹5.16 લાખ સુધી પહોંચી જશે. આમ, દર વર્ષે ભાડામાં 5 ટકાનો વધારો નક્કી કરવામાં આવ્યો છે. જો આ પાંચ વર્ષના ભાડાનો કુલ સરવાળો કરવામાં આવે, તો માધુરી દીક્ષિત આ સમયગાળા દરમિયાન અંદાજે ₹2.81કરોડ જેટલી માતબર રકમ માત્ર ભાડા પેટે જ ચૂકવશે.
મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં આ એક મોટો સોદો માનવામાં આવી રહ્યો છે, જે અભિનેત્રીના બિઝનેસ પ્લાન તરફ ઈશારો કરે છે.આ ઓફિસ સ્પેસ મેળવવા માટે માધુરીએ ₹17 લાખની માતબર રકમ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવી છે. આ ઉપરાંત, દસ્તાવેજોના રજિસ્ટ્રેશન માટે ₹72,600 સ્ટેમ્પ ડ્યુટી અને ₹1000 રજિસ્ટ્રેશન ફી પેટે સરકારમાં જમા કરાવ્યા છે, જે આ સોદાની કાયદેસરતાની પુષ્ટિ કરે છે.
માધુરી દીક્ષિતે આટલી મોટી ઓફિસ ભાડે લેતા હવે બોલિવૂડમાં એવી અટકળો તેજ થઈ છે કે તે ટૂંક સમયમાં પોતાનું કોઈ નવું બિઝનેસ વેન્ચર અથવા પ્રોડક્શન હાઉસનું કામકાજ અહીંથી શરૂ કરી શકે છે. હાલમાં તે ટીવી રિયાલિટી શો અને ફિલ્મોમાં સક્રિય છે, ત્યારે આ નવી ઓફિસ તેના કરિયરનો નવો પડાવ સાબિત થઈ શકે છે.