April 5, 2026
બોલિવૂડ

ક્રિકેટ ચાહકો માટે ખુશખબર: 'દાદા'ના જીવનનો સંઘર્ષ અને સફળતા હવે મોટા પડદે, ફિલ્મનું શીર્ષક ફાઈનલ

11:03:00 AM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ક્રિકેટ ચાહકો માટે ખુશખબર:</strong> </span>'દાદા'ના જીવનનો સંઘર્ષ અને સફળતા હવે મોટા પડદે, ફિલ્મનું શીર્ષક ફાઈનલ</p>

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ અને આક્રમક સુકાનીઓમાંના એક સૌરવ ગાંગુલીના જીવન પર આધારિત બાયોપિક 'દાદા : ધ સૌરવ ગાંગુલી સ્ટોરી' નું શૂટિંગ સત્તાવાર રીતે મુંબઈમાં શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં બોલિવૂડના પ્રતિભાશાળી અભિનેતા રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, જે 'દાદા'ના પાત્રને પડદા પર જીવંત કરશે. અભિનેતા રાજકુમાર રાવે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આ મહત્વની અપડેટ આપી છે. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. આ પાત્રમાં ઉતરવા માટે રાજકુમારે સખત મહેનત કરી છે.

તેમણે ક્રિકેટની ખાસ તાલીમ લેવાની સાથે ગાંગુલીના પરિવાર સાથે સમય વિતાવીને તેમની સ્ટાઈલ અને વર્તણૂકને આત્મસાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મનું નિર્માણ જાણીતા ફિલ્મમેકર લવ રંજન કરી રહ્યા છે, જ્યારે દિગ્દર્શનની જવાબદારી પ્રતિભાશાળી ડાયરેક્ટર વિક્રમાદિત્ય મોટવાનેને સોંપવામાં આવી છે. વિક્રમાદિત્ય પોતાની વાસ્તવિક ફિલ્મો માટે જાણીતા હોવાથી પ્રેક્ષકોને આ ફિલ્મ પાસેથી મોટી અપેક્ષાઓ છે. ફિલ્મને લઈને ઉત્સાહ હોવા છતાં, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટ્રેડ વર્તુળોમાં આ પ્રોજેક્ટની સફળતાને લઈને ચર્ચા શરૂ થઈ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં મોટાભાગની સ્પોર્ટ્સ ડ્રામા અને બાયોપિક ફિલ્મો બોક્સ ઓફિસ પર ધાર્યું પ્રદર્શન કરી શકી નથી. આવા સમયે 'દાદા'ની વાર્તા દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં કેટલી સફળ રહેશે તે જોવું રસપ્રદ રહેશે. 'દાદા ધ સૌરવ ગાંગુલી સ્ટોરી' માત્ર એક ક્રિકેટરની સફળતાની જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટનો ચહેરો બદલનાર એક કેપ્ટનના સંઘર્ષ અને દૃઢ નિશ્ચયની કથા હશે. ફિલ્મની રિલીઝ ડેટ અંગેની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે.