April 1, 2026
બોલિવૂડ

તબુનું જોરદાર કમબેક: 6 વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી સાઉથની ફિલ્મોમાં દેખાશે બોલિવૂડની 'ક્વીન'

10:52:00 AM
Save
Mar 23, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">તબુનું જોરદાર કમબેક:</span></strong> 6 વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી સાઉથની ફિલ્મોમાં દેખાશે બોલિવૂડની 'ક્વીન'</p>

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી તબુ ફરી એકવાર દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. છ વર્ષના લાંબા અંતરાલ બાદ તબુ સાઉથની થ્રિલર ફિલ્મ 'સ્લમડોગ, 33 ટેમ્પલ રોડ' દ્વારા મોટા પડદા પર વાપસી કરી રહી છે. આ ફિલ્મમાં તે વર્સેટાઇલ એક્ટર વિજય સેતુપતિ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.પુરી જગન્નાથનું દિગ્દર્શન સાઉથના જાણીતા ફિલ્મ સર્જક પુરી જગન્નાથ આ હાઈ-વોલ્ટેજ થ્રિલર ફિલ્મ બનાવી રહ્યા છે.

તબુ છેલ્લે વર્ષ 2020માં એક તેલુગુ ફિલ્મમાં જોવા મળી હતી, હવે છ વર્ષ બાદ તે ફરીથી પોતાની એક્ટિંગનો જાદુ સાઉથના પ્રેક્ષકો પર ચલાવવા તૈયાર છે. મૂળ હૈદરાબાદની હોવાથી તબુ તેલુગુ ભાષા ખૂબ જ સહજતાથી બોલી શકે છે, આ ફિલ્મમાં તેની કો-સ્ટાર સંયુક્તાએ એક વાતચીત દરમિયાન ખુલાસો કર્યો હતો કે, તબુ શૂટિંગ દરમિયાન સેટ પર તમામ સાથી કલાકારો અને ક્રૂ મેમ્બર્સ સાથે તેલુગુમાં જ વાતચીત કરે છે.

અગાઉ પણ તબુએ અનેક સફળ તેલુગુ ફિલ્મોમાં કામ કરીને પ્રેક્ષકોના દિલ જીત્યા છે. ફિલ્મમાં વિજય સેતુપતિ અને તબુ જેવી મજબૂત સ્ટારકાસ્ટ હોવાથી ચાહકોમાં અત્યારથી જ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. પુરી જગન્નાથની આ ફિલ્મ તબુની કારકિર્દીમાં વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.