April 2, 2026
ગુજરાત

અમદાવાદમાં EV ક્રાંતિ: 52 સ્પોટ પર ચાર્જિંગ સ્ટેશનો બનશે, 1970 નવી ઇલેક્ટ્રિક બસોના આગમન પૂર્વે તંત્ર સજ્જ

01:00:00 PM
Save
Mar 29, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">અમદાવાદમાં EV ક્રાંતિ:</span> 52 સ્પોટ પર ચાર્જિંગ સ્ટેશનો બનશે, 1970 નવી ઇલેક્ટ્રિક બસોના આગમન પૂર્વે તંત્ર સજ્જ</strong></p>

અમદાવાદ શહેર હવે સ્માર્ટ સિટીથી આગળ વધીને 'ગ્રીન સિટી' તરફ ડગ માંડી રહ્યું છે. વૈશ્વિક સ્તરે ઇંધણના વધતા ભાવો અને પર્યાવરણની જાળવણી માટે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) અનિવાર્ય બન્યા છે. AMC દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય માત્ર પરિવહન વ્યવસ્થામાં સુધારો નહીં, પરંતુ પ્રદૂષણ મુક્ત અને ટકાઉ શહેરી વિકાસ (Sustainable Urban Development) માટેની મજબૂત કટિબદ્ધતા દર્શાવે છે.

અમદાવાદ શહેરમાં પ્રદૂષણ ઘટાડવા અને પરિવહન ક્ષેત્રે આધુનિકતા લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં ટૂંક સમયમાં 1,970 જેટલી નવી ઈલેક્ટ્રિક બસો દોડતી થવાની છે. આ બસોના ચાર્જિંગ માટેના આયોજન અંગે મ્યુનિસિપલ કમિશનરના કડક વલણ બાદ, હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં 52 જેટલા લોકેશન પર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ હેઠળ EV ચાર્જિંગ પોઈન્ટ્સ કાર્યરત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

પી.પી.પી. મોડલ અને આર્થિક પાસાઓ

કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટ માટે જે એજન્સીની નિમણૂક કરવામાં આવશે, તેની સાથે Revenue Sharing કરવામાં આવશે. આ ઉપરાંત, જમીનના ભાડા પેટે વાર્ષિક જંત્રી દરના 5% લેખે રકમ વસૂલવામાં આવશે, જેમાં દર વર્ષે 10% નો વધારો કરવામાં આવશે. આ વર્ક ઓર્ડર શરૂઆતમાં 5 વર્ષ માટે આપવામાં આવશે, જે કામગીરી સંતોષકારક જણાતા બીજા 5 વર્ષ માટે લંબાવી શકાશે.

મહત્વની તારીખો

8 April: કોર્પોરેશન દ્વારા પ્રી-બિડ મીટિંગ યોજાશે.

27 April: ટેકનિકલ બિડ ઓપન કરવામાં આવશે.

વર્ષ 2022 થી અમલમાં આવેલી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીમાં અત્યાર સુધી ધીમી ગતિએ કામગીરી ચાલતી હતી, પરંતુ વર્તમાનમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક ઈંધણ સંકટને જોતા AMC હવે આ દિશામાં તેજીથી આગળ વધી રહ્યું છે.

શહેરના કયા વિસ્તારોમાં ચાર્જિંગ સ્ટેશન બનશે?

શહેરના તમામ ઝોનને આવરી લેતા મુખ્ય વિસ્તારોમાં સ્ટેશનો સ્થાપવામાં આવશે:

- રક્ષાશક્તિ સર્કલ, ખાડીયા પોલીસ સ્ટેશન પાસે, દાણાપીઠ, જમાલપુર સેન્ટ્રલ વર્કશોપ, સિવિલ હોસ્પિટલ અસારવા, ઓઢવ-નિકોલ અને રામોલ.

- ચાંદખેડા (ન્યુ સી.જી. રોડ), મોટેરા, નવા વાડજ, પાલડી-વાસણા, ઉસ્માનપુરા ઝોનલ કચેરી અને રાણીપ.

એસ.જી. હાઈવે અને આસપાસ: સાયન્સ સિટી રોડ, રાજપથ-રંગોલી રોડ, ઈસ્કોન-આંબલી રોડ, ગોતા અને સોલા ઓવરબ્રિજ પાસે.

- મકરબા, જીવરાજ પાર્ક, સરખેજ-જોધપુર, વટવા અને નરોડા ફ્રુટ માર્કેટ પાસે.