April 10, 2026
રાજનીતિ

EVM મુદ્દે હાઇકોર્ટનો ઐતિહાસિક આદેશ: હારેલા ઉમેદવારની હાજરીમાં થશે મશીનોની તપાસ

07:21:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>EVM મુદ્દે હાઇકોર્ટનો ઐતિહાસિક આદેશ:</strong></span> હારેલા ઉમેદવારની હાજરીમાં થશે મશીનોની તપાસ</p>

ભારતના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમવાર એક ઐતિહાસિક પગલું ભરાયું છે. EVM મશીનો અંગે ઉઠતા સવાલો વચ્ચે હવે હાઇકોર્ટના આદેશ બાદ હારેલા ઉમેદવારની હાજરીમાં જ મશીનોની ટેકનિકલ તપાસ કરવામાં આવશે.

મુંબઈની ચાંદીવલી બેઠક પરના વિવાદને પગલે આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ કેસમાં Arif Naseem Khan, જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી છે, તેમણે પોતાની હારને પડકારતા અરજી દાખલ કરી હતી. તેઓ Dilip Lande સામે ચૂંટણી હારી ગયા હતા.

આ કેસમાં Bombay High Court ના જસ્ટિસ સોમશેખર સુંદરેસને મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટના નિર્દેશ મુજબ, હવે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)ના એન્જિનિયરો EVM મશીનોની તપાસ કરશે અને તે પણ અરજદારની હાજરીમાં જ થશે.

Bharat Electronics Limited (BEL) દ્વારા થનારી આ તપાસ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા માટે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધી ભારતમાં EVM દ્વારા યોજાયેલી ચૂંટણી પછી મશીનોની ટેકનિકલ તપાસ કરવાનો કોઈ દાખલો નહોતો. પરંતુ હવે હાઇકોર્ટના આ નિર્ણયથી નવી પરંપરા શરૂ થવા જઈ રહી છે, જે ભવિષ્યમાં ચૂંટણીની વિશ્વસનીયતા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે