April 3, 2026
જય કિસાન

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર : બાજરી, જુવાર અને મકાઈના ટેકાના ભાવ સાથે હવે મળશે કંઈક 'વધારાનું', આજથી નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ...

10:27:00 AM
Save
Apr 1, 2026
Share :

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર : બાજરી, જુવાર અને મકાઈના ટેકાના ભાવ સાથે હવે મળશે કંઈક 'વધારાનું', આજથી નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ...

ગુજરાતના અન્નદાતા ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત રાજ્યના પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ઘઉંની સાથે હવે બાજરી, જુવાર અને મકાઈની પણ લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ યોજના હેઠળ ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ પહોંચાડવાના હેતુથી સરકાર દ્વારા એક વિશેષ રાહત જાહેર કરવામાં આવી છે, જેમાં બાજરી અને જુવારની ખરીદી પર લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ રૂ. 300નું વધારાનું બોનસ ચૂકવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી પાકનું યોગ્ય વળતર મેળવવાની ખેડૂતોની આશા વધુ બળવાન બની છે.

સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવ મુજબ, બાજરી માટે રૂ. 2775, જુવાર (માલદંડી) માટે રૂ. 3749, જુવાર (હાઈબ્રીડ) માટે રૂ. 3699 અને મકાઈ માટે રૂ. 2499 પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ લેવા માટે ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવી અનિવાર્ય છે. નોંધણીની પ્રક્રિયા આજથી એટલે કે 1 એપ્રિલથી શરૂ થઈ છે, જે 30 એપ્રિલ સુધી સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસીઈ (VCE) મારફતે કરવામાં આવશે. નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટે ખેડૂત ખાતેદારોએ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. સફળતાપૂર્વક નોંધણી કરાવ્યા બાદ, 1 મે 2026 થી 15 જુલાઈ 2026 સુધી વિવિધ ખરીદ કેન્દ્રો પર સરકારી એજન્સીઓ દ્વારા આ પાકની ખરીદી કરવામાં આવશે. રાજ્ય સરકારના આ અભિગમને કારણે ખેડૂતોને પાક વેચવા માટે બજારના ભાવની ચિંતામાંથી મુક્તિ મળશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે.