April 10, 2026
ગુજરાત

છત્તીસગઢના કાંકેરમાં કાળમુખો અકસ્માત: 2 કાર વચ્ચેની ટક્કરમાં માસૂમ બાળક સહિત 6નાં કરુણ મોત

12:02:00 PM
Save
Apr 10, 2026
Share :

છત્તીસગઢના કાંકેરમાં કાળમુખો અકસ્માત: 2 કાર વચ્ચેની ટક્કરમાં માસૂમ બાળક સહિત 6નાં કરુણ મોત

છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે કાર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં માસૂમ બાળક સહિત 6 લોકોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યા છે. નેશનલ હાઈવે-30 પર નાથિયા નવાગાંવ પાસે સર્જાયેલી આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે બંને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છેકાંકેરના પોલીસ અધિક્ષક નિખિલ અશોક કુમાર રાખેચાએ આ ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ અકસ્માત મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ નાથિયા નવાગાંવ પાસે સર્જાયો હતો.

અકસ્માતના સમયે બંને કારની ગતિ ખૂબ જ વધારે હોવાને કારણે ટક્કર બાદ કારના કચ્ચરઘાણ નીકળી ગયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર 6 લોકોએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા. સ્થાનિક લોકો અને પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી અને મૃતદેહો કારના કાટમાળમાં ફસાઈ ગયા હતા, જેમને મોટી જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં અન્ય 3 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસ અને રાહતકર્મીઓએ તત્કાલીન એમ્બ્યુલન્સ મારફતે તેઓને જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

ઘાયલોની સ્થિતિ હજુ પણ અત્યંત નાજુક છે અને તેઓને લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ કોતવાલી પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થાનિક ગ્રામજનોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી અને હાઈવે પરના ટ્રાફિકને પૂર્વવત્ કર્યો હતો. હાલ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના શબઘરમાં મોકલી આપવામાં આવ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ તેજ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.