April 1, 2026
બોલિવૂડ

હર્ષવર્ધન રાણેની 'યુનિફોર્મ' માં પાવરફુલ રોલ પ્લે કરશે અનિલ કપૂર?

10:56:00 AM
Save
Apr 1, 2026
Share :
<p>હર્ષવર્ધન રાણેની <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>'યુનિફોર્મ' માં પાવરફુલ રોલ પ્લે કરશે અનિલ કપૂર?</strong></span></p>

બોલિવૂડના જાણીતા દિગ્દર્શક મિલાપ ઝવેરી અને અભિનેતા હર્ષવર્ધન રાણે 'એક દીવાને કી દીવાનિયત'ની સફળતા બાદ ફરી એકવાર મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર છે. આ જોડી તેમની આગામી ફિલ્મ 'યુનિફોર્મ' માટે સાથે આવી રહી છે. આ પ્રોજેક્ટની જાહેરાત બાદથી જ સિનેપ્રેમીઓમાં ફિલ્મને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મ 'યુનિફોર્મ' વિશે લેટેસ્ટ અપડેટ એ છે કે, બોલિવૂડના એવરગ્રીન સ્ટાર અનિલ કપૂરને આ ફિલ્મમાં એક મહત્વની ભૂમિકા માટે ઓફર કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મેકર્સ દ્વારા અનિલ કપૂરને એક પાવરફુલ પોલીસ ઓફિસરનો રોલ પ્લે કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જો તેઓ આ ફિલ્મ સ્વીકારશે, તો ફિલ્મનું સ્તર વધુ ઊંચું જશે તે નક્કી છે. ઉલ્લેખનીય છે કે, અનિલ કપૂરે તેમની પાંચ દાયકા લાંબી શાનદાર કારકિર્દીમાં અત્યાર સુધી સાત વખત પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે. જો 'યુનિફોર્મ' માટે તેઓ હા પાડશે, તો આ આઠમી વખત હશે જ્યારે તેઓ ખાખી વર્દીમાં રૂપેરી પડદે નજરે પડશે.

આ પાત્રમાં તેમની એનર્જી અને ડાયલોગ ડિલિવરી જોવી હંમેશા પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે.આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણેની સાથે મુખ્ય અભિનેત્રી તરીકે આકાંક્ષા શર્મા જોવા મળશે. આ એક નવી અને ફ્રેશ જોડી હોવાથી દર્શકોને તેમની કેમિસ્ટ્રી જોવામાં રસ પડશે. હર્ષવર્ધન રાણે અત્યારે પોતાની ગંભીર એક્ટિંગ સ્ટાઈલ માટે જાણીતા છે, જ્યારે આકાંક્ષા શર્મા પણ આ મહત્વના રોલ માટે સજ્જ દેખાઈ રહી છે.ફિલ્મના શૂટિંગ શિડ્યુલ વિશે વાત કરીએ તો, મેકર્સ દ્વારા મે ૨૦૨૬થી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મિલાપ ઝવેરી આ ફિલ્મને લાર્જર ધેન લાઈફ એક્શન ડ્રામા તરીકે રજૂ કરવા માંગે છે, જેના માટે લોકેશન અને સેટ્સની તૈયારીઓ થઈ રહી છે.'યુનિફોર્મ' ફિલ્મના શીર્ષક પરથી જ સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ શિસ્ત, દેશભક્તિ અથવા તો કાયદા વ્યવસ્થાની આસપાસ વણાયેલી હોઈ શકે છે. મિલાપ ઝવેરીની ફિલ્મોમાં હંમેશા માસ અપીલ અને દમદાર ડાયલોગ્સ હોય છે, ત્યારે આ નવી ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવો જાદુ ચલાવે છે તે જોવું રસપ્રદ રહેશે.