April 5, 2026
લાઈફ સ્ટાઇલ

ગુનાની ગંભીરતા મુજબ નોંધાય છે ફરિયાદ: FIR અને NCRમાં શું છે ફર્ક....ક્યારે કઈ ફરિયાદ તમારા કામમાં આવશે?

10:41:00 AM
Save
Apr 5, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ગુનાની ગંભીરતા મુજબ નોંધાય છે ફરિયાદ:</strong></span> FIR અને NCRમાં શું છે ફર્ક....ક્યારે કઈ ફરિયાદ તમારા કામમાં આવશે?</p>

સામાન્ય રીતે મોટાભાગના લોકો ઈચ્છે છે કે તેમને કાયદાકીય ઝમેલામાં ક્યારેય ફસાવું ન પડે, પરંતુ જીવનમાં ક્યારેક અજાણતા પોલીસ સ્ટેશન જવાનો વારો આવે ત્યારે સાચી જાણકારી હોવી ખૂબ જરૂરી છે. મોટાભાગના નાગરિકો માત્ર FIR વિશે જ જાણતા હોય છે, પરંતુ પોલીસ પ્રક્રિયામાં NCRનું પણ એટલું જ મહત્વ છે. ગુનાની ગંભીરતાના આધારે પોલીસ નક્કી કરે છે કે કઈ ફરિયાદ નોંધવી, કારણ કે આ બંનેની કાયદાકીય અસરો અને પોલીસની કાર્યશક્તિ સંપૂર્ણપણે અલગ હોય છે. FIR એટલે કે 'First Information Report' ભારતીય દંડ સંહિતાની કલમ 154 હેઠળ નોંધવામાં આવે છે.

આ ફરિયાદ ગંભીર પ્રકારના ગુનાઓ માટે હોય છે, જેમાં હત્યા, બળાત્કાર, ચોરી, ડકૈતી અને મોટી છેતરપિંડી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. FIR નોંધાતાની સાથે જ પોલીસના હાથ ખુલ્લા થઈ જાય છે; એટલે કે પોલીસ કોર્ટની પૂર્વ મંજૂરી વગર સીધી તપાસ શરૂ કરી શકે છે અને આરોપીની વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા પણ ધરાવે છે. આ રિપોર્ટ નાના અથવા ઓછી ગંભીરતા ધરાવતા ગુનાઓ માટે હોય છે, જેમ કે સામાન્ય ગાળાગાળી, પડોશીઓ વચ્ચેના નાના વિવાદો અથવા નાની મામૂલી મારામારી. આવા કિસ્સાઓમાં પોલીસ માત્ર ફરિયાદ નોંધી શકે છે, પરંતુ તે પોતાની મરજીથી તપાસ શરૂ કરી શકતી નથી કે આરોપીને પકડી શકતી નથી.

NCR ના કિસ્સામાં આગળની કાર્યવાહી માટે પોલીસને સંબંધિત મેજિસ્ટ્રેટ એટલે કે કોર્ટની લેખિત મંજૂરી લેવી અનિવાર્ય બને છે. FIR અને NCR વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે FIR માં પોલીસ સ્વતંત્ર રીતે એક્શન લઈ શકે છે, જ્યારે NCR માં પોલીસના હાથ કાયદાકીય રીતે બંધાયેલા રહે છે. ઘણીવાર લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા પછી તરત કાર્યવાહીની અપેક્ષા રાખે છે, પરંતુ જો ગુનો બિન-ગંભીર હોય અને માત્ર NCR નોંધાઈ હોય, તો પોલીસ કોર્ટના આદેશ વગર કશું જ કરી શકતી નથી. આવા સમયે ફરિયાદકર્તાએ પોતે મેજિસ્ટ્રેટ પાસે જઈને ખાનગી ફરિયાદ ફાઈલ કરવાની સલાહ આપવામાં આવે છે.

કાયદાકીય સમજણના અભાવે ઘણીવાર સામાન્ય નાગરિકો પોતાનો સમય અને નાણાં બંને ગુમાવી દે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે પણ આ તફાવત સમજવો અત્યંત જરૂરી છે. સાચી જાણકારી જ જાગૃત નાગરિકની ઓળખ છે, જે તેને મુશ્કેલીના સમયે સાચો રસ્તો પસંદ કરવામાં અને કાયદાકીય પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થાય છે.