સોનમ કપૂરના નાના બેબીની પહેલી ઝલક, માસી રિયાની ગોદમાં દેખાયો, ક્યુટનેસથી નજર હટતી જ નથી
બોલિવુડની સ્ટાઈલ આઈકોન સોનમ કપૂરે 29 માર્ચે બીજા બાળકને જન્મ આપ્યો છે. આ વખતે પણ તેમને બેબી બોયની ખુશખબર મળી છે. હવે સોનમ કપૂર બે દીકરાઓની મા બની ગઈ છે.
સોનમની બહેન રિયા કપૂરે ભાણાની પહેલી ઝલક વિશ્વ સાથે શેર કરી છે. રિયાએ નાના રાજકુમારની એક અત્યંત ક્યુટ ફોટો પોસ્ટ કરી છે, જેમાં તે બેબીને પોતાની ગોદમાં પકડીને ટકટકી લગાવીને જોઈ રહી છે.
ફોટોમાં નવજાત બેબીનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. તેને નરમ કપડામાં લપેટીને રાખવામાં આવ્યો છે. રિયાએ માસ્ક પહેર્યું છે અને બેબી પણ માસીને નિહાળી રહ્યો છે.
View this post on Instagram
રિયાએ કેપ્શનમાં લખ્યું છે: “તમને માત્ર પ્રેમની જરૂર છે... પરંતુ સોનમ કપૂરના કેસમાં પ્રેમ સાથે સુપર મોમ બનવાની તાકાત પણ જોઈએ છે.”
રિયા માસીની જવાબદારી અને આનંદ માણી રહી છે. સોનમ કપૂરને ફેન્સ તરફથી અનેક અભિનંદન સંદેશાઓ મળી રહ્યા છે. જો કે સોનમે અત્યાર સુધી svst પહેલા દીકરા વાયુનો ચહેરો પણ જાહેર કર્યો નથી. તેઓ પોતાના બાળકોની પ્રાઈવસીનું ખૂબ ધ્યાન રાખે છે.
ફેન્સ સોનમને ‘સુપર મોમ’ કહીને વધાવી રહ્યા છે.