April 1, 2026
ગુજરાત

ગિફ્ટ સિટી વૈશ્વિક ફાઇનાન્શિયલ હબ બનવા સજ્જ: આગામી 1 વર્ષમાં 20 થી વધુ આંતરરાષ્ટ્રીય રેસ્ટોરન્ટ્સ શરૂ થશે

04:25:00 PM
Save
Mar 20, 2026
Share :
<p><strong>ગિફ્ટ સિટી વૈશ્વિક ફાઇનાન્શિયલ હબ બનવા સજ્જ: <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">આગામી 1 વર્ષમાં 20 થી વધુ આંતરરાષ્ટ્રીય રેસ્ટોરન્ટ્સ શરૂ થશે</span></strong></p>

ગુજરાત આજે વિકાસની અભૂતપૂર્વ હરણફાળ ભરી રહ્યું છે, જેમાં ગાંધીનગરનું ગિફ્ટ સિટી (GIFT City) વૈશ્વિક ફલક પર ભારતની નવી ઓળખ બનીને ઉભર્યું છે. માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પરંતુ આધુનિક ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય ધોરણોના સમન્વય સાથે ગિફ્ટ સિટી હવે વિશ્વના અગ્રણી નાણાકીય કેન્દ્રોને સીધી ટક્કર આપી રહ્યું છે. રાજ્ય સરકારના મક્કમ નિર્ધાર અને દૂરંદેશી નીતિઓને કારણે આ ક્ષેત્ર હવે માત્ર રોકાણ માટે જ નહીં, પરંતુ 'વર્લ્ડ ક્લાસ ટેલેન્ટ' માટેનું પણ પ્રયોગશાળા બની રહ્યું છે.

ટેલેન્ટ વિસ્ટા સમિટ-2026નું ભવ્ય ઉદઘાટન

ગિફ્ટ સિટી ખાતે આયોજિત 'આઇએફએસસીએ (IFSCA) ટેલેન્ટ વિસ્ટા સમિટ-2026' ના ઉદઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાનના અગ્ર સચિવ પી.કે. મિશ્રા અને ગિફ્ટ સિટીના નવનિયુક્ત અધ્યક્ષ ઉદય કોટક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં એક્ઝેક્યુટિવ ડિરેક્ટર દીપેશ શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું.

વૈશ્વિક સ્પર્ધા અને યુવાનો માટેની તકો

નાયબ મુખ્યમંત્રીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી હવે સિંગાપોર, દુબઈ, લંડન અને ન્યૂયોર્ક જેવા આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોની હરોળમાં સામેલ થઈ રહ્યું છે. અહીં સ્થપાયેલી વિદેશી યુનિવર્સિટીઓ દ્વારા યુવાનોને સ્ટ્રક્ચર્ડ ઈન્ટર્નશિપ અને પ્લેસમેન્ટના માધ્યમથી વૈશ્વિક તકો પૂરી પાડવામાં આવશે. સરકાર 'ન્યુ-એજ ગ્લોબલ ફાઈનાન્સિયલ સેન્ટર' બનાવવા માટે કૌશલ્ય વિકાસ પર વિશેષ ધ્યાન આપી રહી છે.

'વર્કિંગ એન્ડ લિવિંગ' મોડેલ પર ભાર

યુવાનોની સામાજિક જરૂરિયાતો અને 'ઈવનિંગ લાઈફ'ને બહેતર બનાવવા માટે નાયબ મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાતો કરી હતી. આગામી 1 વર્ષમાં ગિફ્ટ સિટીમાં 20 થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ્ટોરન્ટ્સ શરૂ કરવામાં આવશે. તેમજ કર્મચારીઓ માટે ત્યાં જ રહેવાની શ્રેષ્ઠ સુવિધા મળે તે માટે 'વર્કિંગ એન્ડ લિવિંગ ઇન ગિફ્ટ સિટી' મોડેલ પર કાર્ય તેજ કરાશે. રાજકીય અને નીતિગત સ્થિરતાના કારણે ગુજરાત રોકાણકારો માટે દેશની શ્રેષ્ઠ ભૂમિ સાબિત થઈ રહી છે.

વન ટીમ, વન ડ્રીમ: ઉદય કોટકનો રોડમેપ

ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટકએ ગિફ્ટ સિટીને વર્લ્ડ ક્લાસ બનાવવા માટેનો રોડમેપ રજૂ કર્યો હતો. તેમણે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ના યુગમાં બદલાતા કૌશલ્યોના મહત્વ પર ભાર મૂક્યો હતો. ભારત સરકાર, રાજ્ય સરકાર અને રેગ્યુલેટર્સ વચ્ચેના 'વન ટીમ, વન ડ્રીમ' ના સમન્વયથી ગિફ્ટ સિટીને ઇનોવેશનનું કેન્દ્ર બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.