સસ્પેન્સનો અંત! ગીરસોમનાથ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ઉના, તલાલા અને વેરાવળ સહિતની બેઠકોની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર...

ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ મુખ્ય મથક ‘કમલમ’ ખાતે ગતરોજ રાજકીય ગરમાવો ચરમસીમાએ જોવા મળ્યો હતો. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠકમાં ગીરસોમનાથ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારોના નામો પર આખરી મહોર મારવામાં આવી છે. આ બેઠકમાં પક્ષના દિગ્ગજ નેતાઓની હાજરીમાં લાંબા મંથન અને રણનીતિક ચર્ચાઓ બાદ આખરે ચૂંટણીના જંગ માટેના ‘મુરતિયાઓ’ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેનાથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વિશેષ વિગતો મુજબ, ગીરસોમનાથ જિલ્લા પંચાયતની કુલ 27 બેઠકો માટે સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા, તલાલા, ઉના અને ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકા પંચાયતો માટે પણ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. નગરપાલિકા સ્તરે વાત કરીએ તો ઉના, સુત્રાપાડા અને તલાલા નગરપાલિકામાં વિજયી બને તેવા મજબૂત ચહેરાઓને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓ આગામી સમયની રાજકીય દિશા નક્કી કરનારી હોવાથી ભાજપ દ્વારા જ્ઞાતિગત સમીકરણો અને વિકાસના એજન્ડાને ધ્યાનમાં રાખીને યાદી તૈયાર કરવામાં આવી છે. હવે જ્યારે નામો જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે ગીરસોમનાથના રાજકારણમાં ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે અને ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે.
જુઓ સંપૂર્ણ યાદી...
1
2
3
4
5
6
7
8
9
10
11
12