April 1, 2026
ગુજરાત

ગીર સોમનાથમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના પુરવઠા અંગે કલેક્ટરની સમીક્ષા બેઠક: કાળાબજારી રોકવા તંત્રની કડક કાર્યવાહી

07:04:00 PM
Save
Mar 30, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ગીર સોમનાથમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના પુરવઠા અંગે કલેક્ટરની સમીક્ષા બેઠક: </span>કાળાબજારી રોકવા તંત્રની કડક કાર્યવાહી</strong></p>

ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત ન સર્જાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટર એન. વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને વેરાવળ ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવાની સાથે, જિલ્લામાં પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી નાગરિકોને ન ગભરાવા અપીલ કરવામાં આવી છે.

પુરવઠો સમયસર પહોંચાડવા અને PNG અપનાવવા પર ભાર 

વેરાવળ પ્રાંત કચેરી ખાતે પેટ્રોલ પંપ, ઓઈલ અને ગેસ કંપનીના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટરે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સમયસર પુરવઠો પહોંચાડવા પર વિશેષ ભાર મૂક્યો હતો. રાંધણગેસ અંગે તેમણે નાગરિકોને પાઈપ નેચરલ ગેસ અપનાવવા અને જેમની પાસે ડબલ કનેક્શન હોય તેમને સિલિન્ડર સરેન્ડર કરવાની પ્રક્રિયા સત્વરે હાથ ધરવા સૂચના આપી હતી. વધુ જરૂરિયાતવાળા સ્થળો જેમ કે હોસ્પિટલો, શૈક્ષણિક સંકુલો, સામાજિક સંસ્થાઓ અને મધ્યાહન ભોજન કેન્દ્રોમાં PNG કનેક્શનને પ્રાથમિકતા આપવા પણ જણાવાયું હતું.

સંગ્રહખોરો સામે લાલ આંખ: 10 દિવસમાં 6 લાખનો જથ્થો સીઝ 

ખાતર અને જીવનજરૂરી વસ્તુઓની સમીક્ષા કરતા કલેક્ટરે સંગ્રહખોરો અને કાળાબજારી કરતા શખ્સો સામે બાજનજર રાખી કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા 16 માર્ચ 2026 થી 26 માર્ચ 2026 દરમિયાન 10 દિવસમાં ગેસ એજન્સીઓ, હોટલ અને રિસોર્ટ વગેરે સ્થળોએ 71 જેટલી તપાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 6,14,006 રૂપિયાનો ગેરકાયદેસર જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ગેસની કાળાબજારી રોકવા માટે દરેક જગ્યાએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.

જિલ્લામાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ, નાગરિકોને ન ગભરાવા અપીલ 

જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદાએ ખાતરી આપી હતી કે જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર ઇંધણ અને રાંધણગેસનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે અને તંત્ર દ્વારા દૈનિક ધોરણે તેનું મોનિટરિંગ થઈ રહ્યું છે. હાલ જિલ્લાની 21 ગેસ એજન્સીઓ પાસે 6209 સિલિન્ડર ઉપલબ્ધ છે અને 2912 નો સ્ટોક આવકમાં છે. આ ઉપરાંત 125 થી વધુ પેટ્રોલ પંપ અને 10 થી વધુ CNG પંપ દ્વારા વિતરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિત RTO, શિક્ષણ અને આરોગ્ય વિભાગના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.