April 1, 2026
આંતરરાષ્ટ્રીય ખબરો

ફિલિપાઈન્સે જાહેર કરી રાષ્ટ્રીય ઉર્જા કટોકટી, માત્ર 45 દિવસનો તેલ પુરવઠો બાકી.....

12:56:00 PM
Save
Mar 27, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ફિલિપાઈન્સે જાહેર કરી રાષ્ટ્રીય ઉર્જા કટોકટી,</strong></span> માત્ર 45 દિવસનો તેલ પુરવઠો બાકી.....</p>

ઈરાન યુદ્ધના કારણે સર્જાયેલી ભૌગોલિક અને રાજકીય અસ્થિરતાની પ્રતિકૂળ અસરો હવે વિશ્વભરમાં દેખાઈ રહી છે. ખાસ કરીને એશિયન દેશો આ યુદ્ધનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. આ ક્રમમાં ફિલિપાઈન્સ વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો છે જેણે સત્તાવાર રીતે 'રાષ્ટ્રીય ઉર્જા કટોકટી' જાહેર કરી છે. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ અને ગેસના શિપમેન્ટ બંધ થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. વિશ્વની ઉર્જા જીવનરેખા ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ બંધ થવું એ વૈશ્વિક ઇતિહાસનું સૌથી મોટું તેલ અને ગેસ સંકટ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે વિશ્વનું 20 ટકા તેલ અને ત્રીજા ભાગનો ગેસ આ જ માર્ગે પસાર થાય છે. તેના બંધ થવાથી એશિયન દેશોની આયાત સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે કટોકટી જાહેર કરતા જણાવ્યું હતું કે, દેશમાં હવે માત્ર 45 દિવસ ચાલે તેટલો જ ઇંધણનો પુરવઠો બાકી રહ્યો છે. 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં દેશમાં ગેસોલિનના ભાવમાં 100ટકાનો તોતિંગ વધારો ઝીંકાયો છે, જેનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ફિલિપાઈન્સ તેના 98% તેલની આયાત પશ્ચિમ એશિયામાંથી કરે છે. તેની સાથે જ વિયેતનામ, સિંગાપોર, દક્ષિણ કોરિયા, તાઈવાન અને મલેશિયા જેવા દેશો પણ 70% થી વધુ તેલ માટે મધ્ય પૂર્વ પર નિર્ભર છે, જેમના માટે હવે અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે.ભારતે આ મહિને રશિયા પાસેથી 60 મિલિયન બેરલ ક્રૂડ ખરીદ્યું છે.

આમ છતાં, જો હોર્મુઝ સ્ટ્રેટ લાંબા સમય સુધી બંધ રહેશે તો ક્રૂડના વધતા ભાવ ભારત અને ચીનની અર્થવ્યવસ્થાને પણ નુકસાન પહોંચાડી શકે છે. યુદ્ધ શરૂ થયા પછી ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 120 ડોલરની નજીક પહોંચી ગયા છે, જે રશિયન તેલ અગાઉ ડિસ્કાઉન્ટ પર મળતું હતું, તે હવે રશિયા પ્રીમિયમ ભાવે વેચી રહ્યું છે, જેના કારણે આયાતકાર દેશો પર આર્થિક બોજ વધ્યો છે.જો યુદ્ધનો અંત નહીં આવે અને તેલનો પુરવઠો પૂર્વવત નહીં થાય, તો એશિયાના અનેક દેશોમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચશે અને ઉર્જા સુરક્ષાના અભાવે આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઈ શકે તેવી આશંકા સેવાઈ રહી.