April 2, 2026
ગુજરાત

વૈશ્વિક યુદ્ધ અને મોંઘવારીનો માર: સંખેડાનો પ્રખ્યાત ફર્નિચર ઉદ્યોગ અસ્તિત્વ ટકાવવા સંઘર્ષરત

07:19:00 PM
Save
Mar 29, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">વૈશ્વિક યુદ્ધ અને મોંઘવારીનો માર: </span>સંખેડાનો પ્રખ્યાત ફર્નિચર ઉદ્યોગ અસ્તિત્વ ટકાવવા સંઘર્ષરત</strong></p>

વિશ્વના ખૂણે ખૂણે ચાલતા ભૌગોલિક તણાવ અને યુદ્ધની અસરો માત્ર સરહદો પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ તેની સીધી અસર સ્થાનિક લઘુ ઉદ્યોગો પર પણ પડે છે. યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાતા કાચા માલના ભાવ આસમાને પહોંચ્યા છે, જેનાથી પરંપરાગત કળા અને હસ્તકળા સાથે જોડાયેલા કારીગરોનો રોટલો છીનવાઈ રહ્યો છે.

સંખેડાની વિરાસત પર મંદીનું ગ્રહણ

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામનું પરંપરાગત અને રંગબેરંગી લાકડાનું ફર્નિચર આજે કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે. સાગવાનના લાકડા પર થતી અદભૂત કારીગરી માટે જાણીતો આ ઉદ્યોગ અત્યારે વૈશ્વિક અનિશ્ચિતતા અને મોંઘવારીના બેવડા માર હેઠળ દબાયેલો છે.

મોંઘું રો-મટીરિયલ અને ઉત્પાદન ખર્ચમાં વધારો

આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધના કારણે વિદેશથી આયાત થતા કેમિકલ્સ અને રંગોના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. સાથોસાથ સ્થાનિક સ્તરે સાગવાનના લાકડાના ભાવ પણ વધતા ઉત્પાદન ખર્ચ ખૂબ ઊંચો ગયો છે.

સંખેડામાં અંદાજે 100 જેટલા ખરાદી પરિવારો પેઢીઓથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે. જેઓ લગ્નની સીઝન હોવા છતાં, વધતા ભાવોને કારણે ગ્રાહકો ખરીદીમાં રસ દાખવી રહ્યા નથી.

નિકાસમાં ઘટાડો અને સ્ટોકનો ભરાવો

એક સમયે જે ફર્નિચરની અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં ભારે નિકાસ થતી હતી, તે અત્યારે મંદીને કારણે ગોદામોમાં પડી રહ્યું છે. વિદેશી બજારોમાં માંગ ઘટતા અને શિપિંગ ખર્ચ વધતા નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા છે. સંખેડાના પ્રખ્યાત હીંચકા (ઝૂલા), ખુરશીઓ અને સોફા સેટના નવા ઓર્ડર મળતા બંધ થયા છે, જેના કારણે કારીગરોને રોજગારી આપવી પણ હવે એક પડકાર બની ગઈ છે.

સરકારી સહાયની અપેક્ષા

આ હેરિટેજ ઉદ્યોગને જીવંત રાખવા માટે હવે વેપારીઓ સરકાર તરફ મીટ માંડી રહ્યા છે. જો કાચા માલના ભાવમાં રાહત કે સબસિડી જેવી મદદ નહીં મળે, તો આ વિશિષ્ટ કળા લુપ્ત થવાના આરે પહોંચી શકે છે.