April 2, 2026
વ્યાપાર

હનુમાન જયંતીના પવિત્ર દિવસે સોનાના ભાવમાં મોટો ઉછાળો, ચાંદી પણ ચમકી

11:02:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>હનુમાન જયંતીના પવિત્ર દિવસે સોનાના ભાવમાં મોટો ઉછાળો, </strong></span>ચાંદી પણ ચમકી</p>

ચૈત્ર પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતીના પવિત્ર દિવસે દેશભરના ઝવેરી બજારોમાં ભારે તેજી જોવા મળી છે. વૈશ્વિક અસ્થિરતા અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર કિંમતી ધાતુઓના ભાવ પર પડી છે. આજે સતત ચોથા દિવસે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹10નો વધારો થતા નવો ભાવ ₹1,53,110 પર પહોંચ્યો છે. તેવી જ રીતે, 22 કેરેટ સોનાનો ભાવ પણ ₹10 વધીને ₹1,40,360 થયો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસમાં જ 24 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹4,870નો જંગી વધારો ઝીંકાયો છે. ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મુખ્ય શહેરોમાં પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,40,260 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹1,52,010 નોંધાયો છે. મુંબઈ અને કોલકાતામાં પણ ભાવ આ સ્તરની આસપાસ રહ્યા છે. સોનાની સાથે ચાંદીમાં પણ રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે.

દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસમાં એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં ₹10,100નો ધરખમ વધારો થયો છે. આજે દિલ્હીમાં ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹2,55,100 પર ટ્રેડ થઈ રહી છે. ખાસ કરીને ચેન્નાઈમાં ચાંદીનો ભાવ ₹2,65,100 સુધી પહોંચતા તે દેશનું સૌથી મોંઘું શહેર બન્યું છે. બજારના વિશ્લેષકોના મતે, ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં અસ્થિરતા વધી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ હાલ $4,663.54 પ્રતિ ઔંસ પર પહોંચ્યો છે.

ભૂ-રાજકીય પરિસ્થિતિ અને યુએસ ડોલરના ઉતાર-ચઢાવને કારણે રોકાણકારો સોનાને સુરક્ષિત રોકાણ માની રહ્યા છે, જે ભાવમાં તેજી લાવી રહ્યું છે. તહેવારના દિવસે જ ભાવમાં થયેલા આ વધારાથી સામાન્ય ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે. લગ્નસરાની મોસમ પૂર્વે સોનાના ભાવ ₹1.50 લાખની સપાટી વટાવી જતાં મધ્યમ વર્ગ માટે સોનું ખરીદવું વધુ કપરું બન્યું છે. જો વૈશ્વિક સ્થિતિ યથાવત રહેશે તો આગામી દિવસોમાં ભાવ હજુ પણ વધી શકે તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.