'ગોલમાલ 5' માં અક્ષય કુમારની એન્ટ્રીની ચર્ચા પર લાગ્યું પૂર્ણવિરામ.... "હું મેઈન હીરો નથી"
બોલિવૂડની સૌથી સફળ કોમેડી ફ્રેન્ચાઈઝી 'ગોલમાલ'ની પાંચમી કડીને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે, ત્યારે અભિનેતા અક્ષય કુમારે આ ફિલ્મને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. અક્ષયે સ્પષ્ટતા કરી છે કે તે 'ગોલમાલ 5' માં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો નથી. અક્ષયના જણાવ્યા અનુસાર, આ ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં અજય દેવગણ જ છે અને સમગ્ર સ્ટોરી તેની આસપાસ વણાયેલી છે.રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં વર્ષો પછી જૂની સ્ટારકાસ્ટ ફરી એકસાથે જોવા મળશે.
પરંતુ અક્ષયના પાત્રને લઈને હજુ પણ સસ્પેન્સ અકબંધ છે, બોલિવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઈઝી 'ગોલમાલ'ની પાંચમી કડી એટલે કે 'ગોલમાલ 5' ને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ પર આખરે અક્ષય કુમારે મૌન તોડ્યું છે. ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ તાજેતરમાં પુષ્ટિ કરી હતી કે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.આ વખતે 'ગોલમાલ'ના ચાહકો માટે સૌથી મોટી ખુશીની વાત એ છે કે, 20 વર્ષ પછી પહેલી ફિલ્મના ઓરિજિનલ કલાકારો ફરી એકસાથે જોવા મળશે.
જેમાં અજય દેવગણ, અરશદ વારસી,તુષાર કપૂર,કુણાલ ખેમૂ,શ્રેયસ તળપદે,શરમન જોશીનો સમાવેશ થાય છે. જોકે અક્ષય કુમારની એન્ટ્રીથી ફિલ્મમાં નવો વળાંક આવશે તે નક્કી છે. અગાઉ એવી અટકળો હતી કે અક્ષય કુમાર આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળી શકે છે, પરંતુ અક્ષયે આ બાબતે કોઈ ફોડ પાડ્યો નથી. હવે જોવાનું એ રહેશે કે 'ગોલમાલ'ની આ ગેંગમાં અક્ષય કુમાર કયા અંદાજમાં એન્ટ્રી કરે છે.