April 1, 2026
રાજનીતિ

ચૂંટણી પહેલા કેન્દ્રનો મોટો માસ્ટરપ્લાન...મહિલા અનામત લાગુ કરવા વિપક્ષી દળોની મદદ લેશે મોદી સરકાર

05:57:00 PM
Save
Mar 23, 2026
Share :
<p>ચૂંટણી પહેલા કેન્દ્રનો મોટો માસ્ટરપ્લાન...<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>મહિલા અનામત લાગુ કરવા વિપક્ષી દળોની મદદ લેશે મોદી સરકાર</strong></span></p>

ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની નરેન્દ્ર મોદી સરકાર દેશમાં લાંબા સમયથી લંબિત મહિલા અનામત કાયદાને અમલમાં મૂકવા માટે એક મોટો વ્યૂહાત્મક પ્લાન તૈયાર કરી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર 2011ની વસ્તી ગણતરીને આધાર બનાવીને આ કાયદો વહેલી તકે લાગુ કરવાની દિશામાં ગંભીરતાથી વિચારી રહી છે, જે સંસદમાં મહિલા પ્રતિનિધિત્વના સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખશે. જો આ નવો પ્રસ્તાવ મંજૂર થાય છે, તો લોકસભાની કુલ બેઠકોની સંખ્યા વર્તમાન 543 થી વધારીને 816 કરવામાં આવી શકે છે.

આ વધારો મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ આપવા અને સીમાંકનની જટિલતાઓને ઉકેલવા માટેનો એક મહત્વનો ભાગ માનવામાં આવી રહ્યો છે. સૂચિત માળખા હેઠળ, જો બેઠકોની સંખ્યા 816 થાય છે, તો તેમાંથી આશરે 273 બેઠકો (એટલે કે કુલ બેઠકોના 33ટકા) મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવશે. આ પગલું ભારતીય લોકશાહીના ઇતિહાસમાં મહિલાઓની ભાગીદારીમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ઉછાળો સાબિત થઈ શકે છે. સીમાંકન પ્રક્રિયા પહેલા મહિલા અનામત લાગુ કરવા માટે બંધારણની કલમ 368 હેઠળ સુધારો કરવો અનિવાર્ય છે.

આ માટે સંસદના બંને ગૃહોમાં હાજર અને મતદાન કરનારા સભ્યોનું બે તૃતીયાંશ બહુમતી સાથેનું સમર્થન જરૂરી રહેશે, જે સરકાર માટે એક મોટી પ્રક્રિયાગત કસોટી સમાન છે. વર્તમાન સંસદીય સ્થિતિ મુજબ, ભાજપ પાસે લોકસભામાં 240 અને રાજ્યસભામાં 103 સાંસદો છે. આ સંખ્યાબળ બે તૃતીયાંશ બહુમતી માટે પૂરતું નથી, તેથી આ ઐતિહાસિક બિલ પસાર કરાવવા માટે સરકારને કોંગ્રેસ સહિતના વિપક્ષી સરકારનો લક્ષ્ય વર્તમાન બજેટ સત્ર દરમિયાન જ આ સુધારા બિલ રજૂ કરવાનો છે. ચર્ચા એવી પણ છે કે કેબિનેટની મંજૂરી મળ્યા બાદ આ બિલ સૌ પ્રથમ રાજ્યસભામાં રજૂ કરવામાં આવી શકે છે.

આ દાવ દ્વારા સરકાર વિપક્ષને પણ મહિલા સશક્તિકરણના મુદ્દે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા માટે રાજકીય રીતે મજબૂર કરી શકે છે. બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. વિપક્ષનું માનવું છે કે આટલા મોટા ફેરફાર પહેલા તમામ પક્ષો સાથે ચર્ચા કરીને વ્યાપક સંમતિ સાધવી જોઈએ. હવે જોવાનું એ રહેશે કે સરકાર કઈ રીતે રાજકીય ગજગ્રાહ વચ્ચે આ 'માસ્ટર સ્ટ્રોક'ને પાર પાડે છે.