April 1, 2026
ગુજરાત

ગુજરાત 2030 સુધીમાં 1 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવા સજ્જ: CII અધિવેશનમાં મુખ્યમંત્રીનો હુંકાર

06:59:00 PM
Save
Mar 20, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ગુજરાત 2030 સુધીમાં 1 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવા સજ્જ:</span> CII અધિવેશનમાં મુખ્યમંત્રીનો હુંકાર</strong></p>

અમદાવાદ ખાતે આયોજિત કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ગુજરાતના વાર્ષિક અધિવેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત વર્ષ 2030 સુધીમાં 1 ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર બનવાના લક્ષ્યાંક તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર આ વિઝનને સાકાર કરવા ઉદ્યોગકારોને તમામ જરૂરી સપોર્ટ આપવા વચનબદ્ધ છે.

વાઇબ્રન્ટ ગુજરાત થકી સર્વગ્રાહી વિકાસનો પાયો નખાયો 

'ગુજરાત @ 1 ટ્રિલિયન ઇકોનોમી' વિષય પર સંબોધન કરતા મુખ્યમંત્રીએ ભૂતકાળને વાગોળતા જણાવ્યું હતું કે, એક સમયે રાજ્યનો વિકાસ માત્ર વાપી-વડોદરા પટ્ટા પૂરતો સીમિત હતો. પરંતુ વડાપ્રધાનના સર્વગ્રાહી વિઝન અને માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ થકી આજે ચિત્ર બદલાયું છે. વર્ષ 2003 થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે સર્વોત્તમ ડેસ્ટિનેશન બન્યું છે. માઈક્રોન ટેકનોલોજીનું ઉદાહરણ આપતા તેમણે ઉમેર્યું કે, દાયકાઓ સુધી અશક્ય લાગતો સેમીકન્ડક્ટર ઉદ્યોગ આજે ગુજરાતની ધરતી પર સાકાર થઈ રહ્યો છે.

દેશના આર્થિક વિકાસમાં ગુજરાતનો માતબર હિસ્સો 

મુખ્યમંત્રીએ આંકડાકીય માહિતી આપતા ગર્વભેર જણાવ્યું હતું કે, દેશની માત્ર 5% વસ્તી ધરાવતું ગુજરાત જીડીપીમાં 8% હિસ્સો આપે છે, જેને આગામી સમયમાં 10% થી ઉપર લઈ જવાનો લક્ષ્યાંક છે. દેશના કુલ મેન્યુફેક્ચરિંગમાં 17%, નિકાસમાં 33% અને કાર્ગો હેન્ડલિંગમાં 40% હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે. એમએસએમઈ (MSME) ક્ષેત્રે પણ મોટી હરણફાળ ભરાઈ છે; વર્ષ 2001-02 માં 1.85 લાખ MSME હતા, જે આજે વધીને 27.9 લાખ થયા છે. સેક્ટર વાઈઝ જોઇએ તો, કેમિકલ ઉદ્યોગમાં 33%, ફાર્મા નિકાસમાં 19.2% અને ડાયમંડ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 80% છે.

'પોલિસી ડ્રિવન સ્ટેટ' તરીકે ગુજરાતની આગવી ઓળખ 

ઉદ્યોગકારોને સંબોધતા મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, ગુજરાત એક 'પોલિસી ડ્રિવન સ્ટેટ' છે. ઉદ્યોગોને દરેક તબક્કે સ્પષ્ટતા મળે તે માટે પારદર્શક નીતિઓ ઘડવામાં આવી છે. ગુજરાતે 2047 સુધીના 'વિકસિત ભારત' માટેનો રોડમેપ તૈયાર કરી તેનો જમીન સ્તરે અમલ પણ શરૂ કરી દીધો છે.