April 1, 2026
ક્રાઈમ

ખેડૂત ના હોવા છતાં બન્યા 'ખેડૂતપુત્ર'! અમદાવાદ અને ગાંધીનગરના 174 નબીરાઓનો સરકારી કાગળ પર ખેલ...

01:04:00 PM
Save
Mar 25, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ખેડૂત ના હોવા છતાં બન્યા 'ખેડૂતપુત્ર'! </strong></span>અમદાવાદ અને ગાંધીનગરના 174 નબીરાઓનો સરકારી કાગળ પર ખેલ...</p>

ગુજરાતમાં જમીન હડપ કરવા અને સરકારી યોજનાઓના અયોગ્ય લાભ લેવા માટે બોગસ ખેડૂત બનવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, માત્ર અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં જ છેલ્લા બે વર્ષમાં 174 થી વધુ લોકો ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની બેઠા હોવાનું સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું છે. આ ખુલાસા બાદ મહેસૂલ વિભાગમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ સમગ્ર કૌભાંડમાં સરકારી તંત્રની મિલીભગત હોવાની આશંકા પ્રબળ બની છે.

ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની મદદથી બોગસ દસ્તાવેજો ઊભા કરીને બિન-ખેડૂત વ્યક્તિઓને ખેડૂત તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણ વોરાનું નામ પણ મળતા નામે દસ્તાવેજો રજૂ કરી ખેડૂત બનવાના વિવાદમાં ઉછળ્યું છે, જે મામલો અત્યારે દિલ્હી સુધી પહોંચ્યો છે. અમદાવાદ જિલ્લામાં બોગસ ખેડૂતો મુદ્દે કુલ 89 જેટલી ફરિયાદો નોંધાઈ છે. જેમાં દશક્રોઈ તાલુકામાં સૌથી વધુ 29 અને સાણંદમાં 25 કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત વિરમગામમાં 11, વટવામાં ૭7 ઘાટલોડિયામાં 5, વેજલપુરમાં 4 અને સાબરમતી, બાવળા, દેત્રોજ તથા માંડલ જેવા વિસ્તારોમાં પણ બોગસ ખાતેદારો હોવાની ફરિયાદો મહેસૂલ વિભાગને મળી છે.

પાટનગર ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ બોગસ ખેડૂતોનો રાફડો ફાટ્યો છે. જિલ્લામાં કુલ 85 ફરિયાદો થઈ છે, જેમાં ગાંધીનગર તાલુકામાં 41, કલોલમાં 27, દહેગામમાં 11 અને માણસામાં  કેસોનો સમાવેશ થાય છે. મોંઘી જમીનો ધરાવતા વિસ્તારોમાં ખેડૂત બનવા માટે મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી છે. મહેસૂલ વિભાગે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 61 કેસોનો ગણોતધારા હેઠળ નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 24 કેસોની સુનાવણી હજુ ચાલુ છે.

તેવી જ રીતે અમદાવાદ જિલ્લામાં 28 કેસોનો નિકાલ કરાયો છે અને 61 કેસોમાં હાલમાં કાયદાકીય પ્રક્રિયા અને સુનાવણી ચાલી રહી છે.રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે બોગસ ખેડૂત બનેલા તમામ લોકોના ખાતેદાર તરીકેના હક રદ કરવામાં આવે અને તેમની સામે ફોજદારી ગુનાઓ દાખલ કરવામાં આવે. જે સરકારી કર્મચારીઓ આ કૌભાંડમાં સામેલ હશે તેમની સામે પણ ખાતાકીય તપાસ અને કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.