April 1, 2026
ગુજરાત

ગુજરાતનાં વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ : જિલ્લાના કલેક્ટર બદલાયા, જાણો કોને ક્યાં મળી જવાબદારી...

08:56:00 AM
Save
Mar 26, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ગુજરાતનાં વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ : </strong><span style="color: rgb(0, 0, 0);" data-mce-style="color: rgb(0, 0, 0);">3 </span></span>જિલ્લાના કલેક્ટર બદલાયા, જાણો કોને ક્યાં મળી જવાબદારી...</p>

ગુજરાતના વહીવટી માળખાને વધુ સુદ્રઢ અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા ગતરોજ વહીવટી તંત્રમાં મહત્વનો ફેરબદલ કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, રાજ્યના ત્રણ વરિષ્ઠ IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ આદેશો રાજ્યપાલના હુકમથી અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા દ્વારા હસ્તાક્ષરિત કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જેવા મહત્વના જિલ્લાઓના સુકાનીઓ બદલાયા છે. આગામી સમયમાં વહીવટી કામગીરીમાં ગતિશીલતા લાવવાના હેતુથી આ નિમણૂકોને અત્યંત સૂચક માનવામાં આવી રહી છે.

જામનગર જિલ્લાના વહીવટી વડા તરીકે હવે 2013ની બેચના IAS અધિકારી પી. બી. પંડ્યાની વરણી કરવામાં આવી છે. પંડ્યા હાલમાં અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા હતા. તેઓ જામનગરમાં કે. બી. ઠક્કરનું સ્થાન લેશે, જેઓ આગામી 31 માર્ચ 2026ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. પંડ્યાના અનુભવનો લાભ જામનગર જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા માટે મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

આ જ રીતે, સુરેન્દ્રનગર જિલ્લાને પણ કાયમી કલેક્ટર તરીકે જી. એચ. સોલંકી મળ્યા છે. 2014ની બેચના IAS અધિકારી સોલંકી અત્યાર સુધી નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. તેમની આ નવી નિમણૂકને પગલે અત્યાર સુધી સુરેન્દ્રનગર કલેક્ટરનો વધારાનો હવાલો સંભાળતા કે. એસ. યાજ્ઞિક હવે આ જવાબદારીમાંથી મુક્ત થશે. સોલંકીની નિમણૂકથી ઝાલાવાડ પંથકના વહીવટી પ્રશ્નોના નિકાલમાં નવી ઉર્જા જોવા મળશે તેમ મનાય છે.

રાજ્યના પાટનગર એવા ગાંધીનગર જિલ્લાના કલેક્ટર તરીકે 2016ની બેચના યુવા IAS અધિકારી રવીન્દ્ર જ્ઞાનેશ્વર ખટાલેની પસંદગી કરવામાં આવી છે. ખટાલે હાલમાં મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેઓ જે. એન. વાઘેલા પાસેથી ગાંધીનગર કલેક્ટરનો વધારાનો ચાર્જ સંભાળશે. પાટનગર હોવાને નાતે ગાંધીનગરની જવાબદારી અત્યંત મહત્ત્વની ગણાય છે, ત્યારે એક યુવા અને સક્રિય અધિકારીની નિમણૂકથી વહીવટી પ્રક્રિયાઓમાં વધુ પારદર્શિતા અને ઝડપ આવવાની શક્યતા છે. આમ, આ ત્રણ મહત્વનાં ફેરફારો દ્વારા સરકારે વહીવટી તંત્રમાં નવી ક્ષમતાઓને તક આપી છે.