કોંગ્રેસનો 'સિક્રેટ' પ્લાન: હવે ઉમેદવારોની યાદી જાહેર નહીં થાય, સીધા ફોર્મ ભરવા આદેશ!

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓના સંદર્ભમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એક અત્યંત મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. પાર્ટી દ્વારા હવે ઉમેદવારોની કોઈ સત્તાવાર કે જાહેર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે નહીં. આ નવા અભિગમ પાછળનો મુખ્ય હેતુ પસંદગી પ્રક્રિયામાં ગુપ્તતા જાળવવાનો અને છેલ્લી ઘડીએ થતા આંતરિક વિખવાદને અટકાવવાનો છે. પક્ષના હાઈકમાન્ડ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, હવે જે ઉમેદવારોની પસંદગી થઈ ચૂકી છે તેમને સીધા જ 'મેન્ડેટ' મોકલી આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
આ પદ્ધતિથી પક્ષના સત્તાવાર ઉમેદવારની જાણ માત્ર સંબંધિત વ્યક્તિ અને સ્થાનિક સંગઠનને ગુજરાતમાં ચૂંટણીના જંગ વચ્ચે કોંગ્રેસે રણનીતિમાં મોટો ઉલટફેર કરીને સૌને ચોંકાવી દીધા છે. આંતરિક જૂથવાદ અને ટિકિટ વહેંચણી બાદ થતા સંભવિત બળવાને ડામવા માટે કોંગ્રેસે હવે ઉમેદવારોની કોઈ સત્તાવાર યાદી જાહેર ન કરવાનો સિક્રેટ પ્લાન અમલમાં મૂક્યો છે. પક્ષે હવે પસંદ થયેલા ઉમેદવારોને સીધા જ 'મેન્ડેટ' મોકલવાનું શરૂ કરી દીધું છે, જેથી કરીને છેલ્લી ઘડીએ કોઈ વિરોધ ન થાય અને ઉમેદવારો ગુપ્તતા જાળવીને સીધા જ ફોર્મ ભરી શકે. જેથી અન્ય દાવેદારોમાં થતો સંભવિત રોષ નિયંત્રિત કરી શકાય.
ખાસ કરીને શનિવારના છેલ્લા દિવસને ધ્યાને રાખીને, તમામ પ્રક્રિયા પૂર્ણ કરી વહેલી તકે ફોર્મ સબમિટ કરવા જણાવાયું છે. સામાન્ય રીતે જ્યારે ઉમેદવારોની યાદી જાહેર થાય છે, ત્યારે ટિકિટ ન મળતા કાર્યકરો કે અન્ય દાવેદારો દ્વારા લોબિંગ અને વિરોધ પ્રદર્શનો શરૂ થતા હોય છે. આ સ્થિતિ પાર્ટીની છબી ખરડે છે અને ચૂંટણી પ્રચારમાં અડચણ ઉભી કરે છે. આ 'સિક્રેટ મેન્ડેટ' પદ્ધતિથી આવા નકારાત્મક વળાંકોને મહદઅંશે રોકી શકાશે તેવું પક્ષનું માનવું છે. કોંગ્રેસ પક્ષના મતે, આ પગલાથી ઉમેદવારોની પસંદગી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સુગમ બનશે.
યાદી જાહેર કરવાના લાંબા પ્રોટોકોલના બદલે સીધા કાર્યકરો સુધી પહોંચીને તેમને મેદાનમાં ઉતારવાથી સમયનો બચાવ થશે અને ઉમેદવારોને પોતાના વિસ્તારમાં પ્રચાર માટે વધુ સમય મળી રહેશે. આ નવી પદ્ધતિ સાથે કોંગ્રેસ હવે સીધા જંગના મૂડમાં આવી ગઈ છે. યાદી જાહેર કરવાની જૂની પરંપરાને તિલાંજલિ આપીને પક્ષે નવી કાર્યશૈલી અપનાવી છે. હવે સીધા શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારો ફોર્મ ભરશે, જે પ્રતિસ્પર્ધી પક્ષો માટે પણ સરપ્રાઈઝ સાબિત થઈ શકે છે. પક્ષના તમામ સ્તરે આ નિર્ણયને આવકારી લેવામાં આવ્યો છે.