April 5, 2026
ગુજરાત

“Super Cops”... :  નકલી નોટોનો કારોબાર હોય કે દારૂની હેરાફેરી, વેશપલ્ટો કરી 28 વર્ષનો હિસાબ ચૂકતે કર્યો, તો ક્યાંક નેતાપુત્રનો નશો ઉતાર્યો, ગુજરાત પોલીસની બાજ નજર સામે બધું જ ‘ફેઈલ’...

06:00:00 AM
Save
Apr 5, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>“Super Cops”... : </strong></span> નકલી નોટોનો કારોબાર હોય કે દારૂની હેરાફેરી, વેશપલ્ટો કરી 28 વર્ષનો હિસાબ ચૂકતે કર્યો, તો ક્યાંક નેતાપુત્રનો નશો ઉતાર્યો, <strong>ગુજરાત પોલીસની બાજ નજર સામે બધું જ ‘ફેઈલ’...</strong></p>

જ્યારે આપણે નિશ્ચિંતા સાથે જીવન જીવીએ છીએ, ત્યારે કોઈ દિવસ-રાત ફરજ પર ઉભો રહીઅમારી સલામતી સુનિશ્ચિત કરતો હોય છે.“In Seconds” દ્વારા રજૂ થતી ખાસ પહેલ “Super Cops” રાજ્યભરના પોલીસકર્મીઓની બહાદુરી, નિષ્ઠા અને ઉમદા કામગીરીનેયોગ્ય ઓળખ અને સન્માન આપવાનું એક મંચ છે. આ પ્લેટફોર્મ દ્વારા અમે એવા રિયલ હીરોને આગળ લાવી રહ્યા છીએ, જેઓ સમાજને સુરક્ષા અને વિશ્વાસ આપે છે. જો તમારા શહેરમાં કોઈ પોલીસકર્મીએ કર્યું હોય પ્રેરણાદાયક કાર્ય, તો તેની માહિતી અમારી સાથે શેર કરો —કારણ કે, દરેક ફરજ પાછળનો ચહેરો પ્રશંસા લાયક છે.  “Super Cops” — સુરક્ષાની પાછળના સાચા હીરો

“Super Cops”...  
ઢોંગી યોગ ગુરુ પાસે પહોંચ્યા ક્રાઇમ બ્રાન્ચના PI અને પછી ગુરુના તમામ આસન બન્યા શીર્ષાસન...
અમદાવાદ શહેરમાં તાજેતરમાં જ નકલી નોટનો કિસ્સો સામે આવ્યો અને આ નકલી નોટના કિસ્સાની સાથે સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મહત્વની કામગીરી સામે આવી. જેમાં સુરતમાં છપાવેલી નકલી નોટ તેનું કનેક્શન ચાઇના અને યોગગુરૂ બધું સાથે જોવા મળ્યું. ત્યારે જ્યારે એક યોગગુરૂ આ કેસમાં પકડાયો ત્યારે સમગ્ર દેશમાં તેના પર સૌની નજર ગઈ છે. પરંતુ આ બધાની પાછળ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ કામ કરી રહી હતી અને તેમાં આ આખા ઓપરેશનનો શ્રેય ક્રાઈમ બ્રાન્ચના DCP અજીત રજીયાણ, પોલીસ ઇન્સ્પેક્ટર એસજી જાડેજાના સીરે છે એક નાનકડી મળેલી ટીપ અને આખું રેકેટ શોધી કાઢવું પોલીસ માટે પણ અઘરું હતું. પરંતુ આ સમગ્ર બાબતની શરૂઆત અમદાવાદ અને મળેલી એક નાની બાથરૂપી હતી અને તેમાં પણ જ્યારે ઘાસની અંદરથી સોય શોધવી તેમ અમરાઈવાડી વિસ્તારમાં કોઈને પકડવો તે પણ ખૂબ ચેલેન્જ હતી. અમદાવાદના અમરાઈવાડી વિસ્તાર અગાઉ પણ અનેક વખત પોલીસ પર હુમલા થયા હોવાનો બનાવ બની ચૂક્યા છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને આખું રેકેટ પકડવાનું હતું અને પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે જાડેજા અને તેમની ટીમે આ ટાસ્ક પૂરુ કરીને દેશને નુકસાન પહોંચાડનારા આખા રેકેટનો પર્દાફાશ કરે છે. તેમાં પણ ખાસ કરીને આ નકલી નોટો બનાવવા માટે ઢોંગી યોગગુરૂ છેક ચાઇનાથી મશીન ઈમ્પોર્ટ કરવા માંગતો હતો. તેણે આંગડિયાથી પૈસા પણ ચૂકવ્યા અને નકલી નોટોનો થોકડો લઈને બજારમાં ડીલેવરી કરવા ફરતો હતો. પરંતુ આ હવે બધું સ્પષ્ટ થઈ જતા ખરેખર આવા પોલીસ અધિકારી તેમની બહાદુરી અને કામગીરી માટે એક સેલ્યુટને હકદાર તો છે જ.

બુટલેગરનું રીક્ષામાં ચાલતું રેકેટ ક્રાઇમ બ્રાન્ચના PIએ શોધી કાઢ્યું...  
સામાન્ય રીતે તમે રિક્ષામાં બેસો અને રીક્ષા બરાબર ચાલતી હોય પણ તમને ખબર છે તમારી સીટની નીચે દારૂનો મોટો જથ્થો ભર્યો હોય, આવું કદાચ સાંભળવામાં સારું લાગે પરંતુ આ વાસ્તવિકતા અમદાવાદ શહેરની બની છે. ત્યારે અમદાવાદ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચના એક પોલીસ ઇન્સ્પેક્ટર તેમના સૂત્રોએ આપેલી માહિતીના આધારે આવી એક પોલ ખોલી નાખી છે. આ વાત છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણની. અગાઉ પણ ખૂબ મહત્વના ડિટેકશન સાથે જોડાયેલા છે તેમની કામગીરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક મહત્વની કામગીરીમાં હંમેશા સામે હોય છે અને આ વખતે તેમણે એક ઓટો રીક્ષા પકડી. સામાન્ય રીતે કોઈને અંદાજ પણ ન આવે કે આ રીક્ષાની અંદર શું હશે પરંતુ આ રીક્ષાના CNG ટેંકની જગ્યાએ સીધે સીધી દારૂની બાટલીઓ ગોઠવી દેવામાં આવી હતી. ધીમે ધીમે પોલીસે રીક્ષા ચાલકને પોતાની ભાષામાં સમજાવો ત્યારે ખબર પડી કે આણે તો CNGની ટેન્ક કાઢી નાખી છે અને તેની નીચે દારૂ મૂક્યો છે અને જેમ તેમ પેટ્રોલથી રીક્ષા ચલાવી છે હવે આખું રેકેટ સામે આવતા પોલીસને એક મહત્વની સફળતા મળી છે એને આ બુટલેગરના કારનામા ખુલ્લા પાડ્યા. 

લોકોની સમસ્યા હલ કરવા ખુદ પોલીસ કમિશનર મેદાને આવ્યાં...  
હવે વાત કરીએ અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગની. શહેરનું આ ટ્રાફિક ખૂબ જ માથાના દુખાવા સમાન બનતું જઈ રહ્યું છે અને તેમાં પણ અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ શહેર પોલીસ કમિશનર કામ કરે છે. છતાં રોજબરોજ વધી રહેલા વાહનો અને ટ્રાફિકના કારણે શું કરવું તે ખબર પડતી નથી. હવે આખો મોરચો અમદાવાદ પોલીસ કમિશનરે પોતાના હાથમાં લીધો છે અને જાતે જ પોતાની રીતે તપાસ કરે છે. પોતે જ સ્થળ પર જાય છે અને નિરક્ષણ કરે છે. તાજેતરમાં તે અમદાવાદ શહેરના બે થી ત્રણ સ્થળે ગયા અને ખરેખર કઈ રીતે શહેરીજનો સલામત અને સુરક્ષિત રીતે પોતાના ઘર સુધી પહોંચી જાય તે માટે જે કરવું પડે તે માટે સૂચના પણ આપી હતી. અમદાવાદ શહેરની આ કામગીરીના કારણે ઘણા સમય પહેલા સુભાષ બ્રિજ બંધ થવાના કારણે જે હાલાકી થઈ હતી તેનાથી ઘણી રાહત મળી છે. કારણ કે વાડજ થી Diversion આપીને લોકોને ઓછી તકલીફ પડે તેવો પ્રયાસ કરે છે. બીજી તરફ તેમણે એસજી હાઇવે પેલેડિયમ મોલ આગળ પણ જઈને કઈ રીતે સરળતાથી વ્યવસ્થા અને રાહત મળે તે માટે સૂચના આપી છે. આ પણ એક અમદાવાદ શહેરની મહત્વની કામગીરી છે અને જેના કારણે આખરે અમદાવાદ શહેરના લોકોને જ થોડે અંશે તો થોડે અંશે રાહત મળી રહી છે.

પોલીસ અધિકારીઓએ ધારાસભ્યના દીકરાની શાન ઠેકાણે લાવી...
હવે વાત કરીએ અમદાવાદ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનના બદલી થઈ ગયેલા પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર રાણાની. જેમની બદલી હવે અન્ય જિલ્લામાં થઈ ગઈ છે પરંતુ તેઓ જ્યારે માધુપુરા વિસ્તારમાં પોસ્ટિંગ લઈને આવ્યા ત્યારે તેમના વિસ્તારમાં ધારાસભ્યોનો પુત્ર અને તેનો મિત્ર પોતાની કારમાં દારૂની બોટલ સાથે નીકળ્યા તે આખો વિડિયો વાઇરલ થયો. આ સમગ્ર બાબતમાં રાણા સાહેબને કદાચ મોડી ખબર પડી પણ તેમને આ અંગે પાછળથી DCP ભરત રાઠોડ અને સેક્ટર 1ના જોઈન્ટ કમિશનર નીરજ બડગૂજર આખા મામલે ઈન્કવાયરી સોંપી અને પછી સમાધાન કરીને જતા રહેલા આરોપીને પણ પોલીસ શોધી લાવી. પોલીસની શાખ પર જે ડાઘ લાગવાનો હતો તે બચી ગયો આખરે સામાન્ય આરોપીની જેમ પૂર્વ ધારાસભ્યનો દીકરો પણ પકડાયો તો ખરો. 

વેશપલ્ટો, રિક્ષા ચાલક અને 28 વર્ષની રાહ, ડાંગ પોલીસની ફિલ્મી સ્ટાઈલની કામગીરીમાં આરોપી ઝડપાયો...
હવે વાત કરીએ ડાંગ પોલિસની સરાહનિય કામગીરીની. આરોપી ગમે તેટલો હોશિયાર હોય પરંતુ ક્યાંક ને ક્યાંક ભૂલ કરી બેસે છે અને તે એમ સમજતો કે એના સુધી હવે ક્યારે કાનૂનના હાથ પહોંચી શકશે નહીં. પરંતુ એવું હોતું નથી તમારા કરેલા કર્મોના ફળ ભોગવવા જ પડે છે અને આવું જ કંઈક કરી બતાવ્યું ડાંગ પોલીસની ટીમે, 28 વર્ષથી ભાગતા એક આરોપીને હવે કદાચ પોલીસ પણ શોધવાનું બંધ કરી દીધું હતું પરંતુ આ દરમિયાન એક કડી મળી અને 28 વર્ષ પહેલા થયેલા એક અપહરણનો આરોપી જેની સકલ અને સુરત બધું બદલાઈ ગયું હતું. તેને પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં વેશ પલટો કરીને કોઈ રિક્ષા ડ્રાઇવર બનીને તો કોઈએ સામાન્ય મજૂર બનીને આ વ્યક્તિ સુધી પહોંચ્યા. ત્યારબાદ આ વ્યક્તિને તેના જુના નામથી બોલાવતા તેને કહ્યું કે હા સાહેબ હું એ જ છું અને ડાંગ પોલીસે કરેલા આ મહત્વના ઓપરેશનમાં 28 વર્ષથી પોલીસથી દૂર ભાગી રહેલા આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ કાર્યવાહીમાં પોલીસ અધિકારી પુજા યાદવ, પોલીસ ઈન્સ્પેકટર વી. કે. ગઢવી, જે. જી. અનડકડ અને ડાંગ પોલીસની ટીમનો મહત્વનો ફાળો છે.