April 1, 2026
રાજનીતિ

ચૂંટણીનો અસલી પારો હવે ચઢશે: આવતીકાલે રાહુલ ગાંધી અને 24મીથી કેજરીવાલ-માન ગુજરાતમાં ગજવશે સભાઓ

10:05:00 AM
Save
Mar 22, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ચૂંટણીનો અસલી પારો હવે ચઢશે:</strong></span> આવતીકાલે રાહુલ ગાંધી અને 24મીથી કેજરીવાલ-માન ગુજરાતમાં ગજવશે સભાઓ</p>

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. 25 માર્ચે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ 26 માર્ચે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે. આ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આવતીકાલે 23 માર્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે.

વડોદરા અને તેની આસપાસના આદિવાસી પટ્ટા (છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને નર્મદા) માં કોંગ્રેસ પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પક્ષને પુનર્જીવિત કરવા માટે 'સંગઠન નિર્માણ અભિયાન' હેઠળ રાહુલ ગાંધી કાર્યકરોમાં નવો જોશ ભરશે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 થી  માર્ચ દરમિયાન ગુજરાતના પ્રવાસે રહેશે. 24 મીએ રાજકોટ આગમન બાદ ૨૫મીએ પ્રદેશ નેતૃત્વ સાથે બેઠક યોજાશે.

AAP ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉમરેઠની પેટાચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતમાં ત્રણ મોટી જાહેર સભાઓને સંબોધિત કરશે. અમરેલી, લાલપુર અને દેવગઢબારીયા ખાતે 'આપ' દ્વારા ભવ્ય સભાઓની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગત ચૂંટણીમાં સુરતથી એન્ટ્રી કરનાર AAP આ વખતે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ભાજપ-કોંગ્રેસને પડકારવા તૈયાર છે. રાહુલ ગાંધી લાંબા સમય બાદ વડોદરા આવી રહ્યા હોવાથી કોંગ્રેસી છાવણીમાં ભારે ઉત્સાહ છે.

સ્થાનિક સ્વરાજની સાથે ઉમરેઠ બેઠકની પેટાચૂંટણી પણ જાહેર થઈ ચૂકી છે, જે તમામ પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે. ત્રણેય પક્ષોના કેન્દ્રીય નેતાઓ આ બેઠક જીતવા માટે ખાસ વ્યૂહરચના ઘડી રહ્યા છે.26 માર્ચની આસપાસ ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતાને પગલે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. 2021ના પરિણામો બાદ આ વખતની સ્થાનિક ચૂંટણીઓ ત્રિપાંખિયા જંગને કારણે વધુ રસાકસીભરી બનવાની આશા છે.