April 10, 2026
ગુજરાત

ડ્રગ્સ સામે ગુજરાત પોલીસનું દેશનું પ્રથમ AI આધારિત ઇન્વેસ્ટિગેશન ટૂલ 'NARIT AI' લોન્ચ

02:59:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ડ્રગ્સ સામે ગુજરાત પોલીસનું દેશનું પ્રથમ AI</span> આધારિત ઇન્વેસ્ટિગેશન ટૂલ 'NARIT AI' લોન્ચ</strong></p>

રાજ્યમાં નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓને નેસ્તનાબૂદ કરવા અને NDPS કેસોમાં સજાનો દર વધારવા માટે ગુજરાત પોલીસે દેશમાં સૌપ્રથમવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત 'NARIT AI' ટૂલ લોન્ચ કર્યું છે. આ અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી પોલીસની તપાસ પ્રક્રિયા વધુ સચોટ, ઝડપી અને કાનૂની રીતે મજબૂત બનશે.

દેશનું પ્રથમ RAG ટેક્નોલોજી આધારિત AI ટૂલ

પશ્ચિમ રેલવે પોલીસ વડોદરા દ્વારા મુંબઈ સ્થિત એક AI સ્ટાર્ટઅપના સહયોગથી તૈયાર કરાયેલું આ ટૂલ ભારતમાં કોઈપણ રાજ્ય પોલીસ કે તપાસ એજન્સી દ્વારા ઉપયોગમાં લેવાતું આ પ્રકારનું પ્રથમ હથિયાર છે. રાજ્યના DGP ડૉ. કે.એલ.એન. રાવ, સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શનમાં અને પશ્ચિમ રેલવે વડોદરાના SP અભય સોનીની પહેલથી આ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે.

FIR અપલોડ થતાં જ મળશે વિગતવાર કાનૂની રિપોર્ટ

આ નવી સિસ્ટમમાં તપાસ અધિકારીએ માત્ર FIR ની નકલ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ સિસ્ટમ FIR નું કાનૂની દ્રષ્ટિએ વિશ્લેષણ કરી કેસની મજબૂતી અને નબળાઈઓ અંગેનો એક રિપોર્ટ જનરેટ કરશે. આ રિપોર્ટમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓ, BNS, BNSS અને NDPS એક્ટ, 1985 ની કલમો આધારિત માર્ગદર્શન હશે. આનાથી તપાસમાં કોઈ પ્રક્રિયાત્મક ખામી રહી જશે નહીં અને કોર્ટમાં આરોપીઓને કોઈ છટકબારી મળશે નહીં.

નાર્કોટિક્સ નેટવર્ક તોડી પાડવા સરકાર કટિબદ્ધ: હર્ષ સંઘવી

રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અંગે વાત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય ડ્રગ્સ સંબંધિત ગુનાઓને નેસ્તનાબૂદ કરવા માટે મક્કમ છે. આ સમગ્ર નેટવર્ક તોડી પાડવા માટે જે કંઈ પણ કરવું પડે તે માટે અમે કટિબદ્ધ છીએ." તેમણે વધુમાં ઉમેર્યું કે, ટેકનોલોજીની મદદથી આરોપીઓ સામે અસરકારક કાનૂની ગાળિયો વધુ મજબૂત બનશે.

કોર્ટ ટ્રાયલ અને પુરાવાઓ માટે સચોટ માર્ગદર્શન

અગાઉ ડ્રગ્સના જટિલ કેસોની તપાસ માત્ર વિશેષ તાલીમ પ્રાપ્ત સ્ટાફ જ કરી શકતો હતો, પરંતુ હવે આ ટૂલ એક 'ફોર્સ મલ્ટિપ્લાયર' તરીકે કામ કરશે. તે કોર્ટમાં સંભવિત બચાવ દલીલોનું પૂર્વાનુમાન લગાવી શકે છે અને તેનું ચોક્કસ નિરાકરણ પણ આપે છે. RAG ટેકનોલોજી માત્ર પ્રમાણિત કાનૂની ડેટાબેઝ પર જ કામ કરતી હોવાથી 'હેલ્યુસિનેશન'ની શક્યતા નહિવત્ રહે છે.