April 1, 2026
ગુજરાત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક: ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ પુરવઠાની કરાઈ સઘન સમીક્ષા

06:08:00 PM
Save
Mar 23, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક:</span> ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ પુરવઠાની કરાઈ સઘન સમીક્ષા</strong></p>

ગુજરાત રાજ્યમાં ઈંધણ અને ગેસના પુરવઠાની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક મહત્વપૂર્ણ હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના નાગરિકોને પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો પુરવઠો વિના અવરોધે સતત મળતો રહે તે સુનિશ્ચિત કરવા માટે સમગ્ર વિતરણ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

ઈંધણ અને ગેસના અવિરત પુરવઠા પર ખાસ ભાર 

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી અધ્યક્ષતામાં યોજાયેલી આ વિશેષ બેઠકમાં મુખ્યત્વે ગુજરાતમાં ગેસ પુરવઠાની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. રાજ્યના કોઈ પણ અંતરિયાળ કે શહેરી વિસ્તારમાં પેટ્રોલ, ડીઝલ કે ગેસની કોઈ પણ પ્રકારની અછત ન સર્જાય અને વિતરણ વ્યવસ્થા સુચારુ રૂપે ચાલતી રહે તે માટે સંબંધિત વિભાગો સાથે ખાસ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પુરવઠા ચેઈનને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

અગ્ર સચિવ મોના ખંધાર દ્વારા અપાઈ વિસ્તૃત માહિતી 

પુરવઠા વિભાગની આ હાઈ લેવલ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન અન્ન નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર દ્વારા નાયબ મુખ્યમંત્રીને રાજ્યમાં વર્તમાન પુરવઠાની સચોટ સ્થિતિ અને વિતરણ વ્યવસ્થાના આંકડાઓ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમણે રાજ્યમાં ઉપલબ્ધ જથ્થા અંગેનો ચિતાર પણ રજૂ કર્યો હતો.

સરકારની આ આગોતરી સમીક્ષા બેઠકના પરિણામે આગામી દિવસોમાં રાજ્યની ઈંધણ અને ગેસ વિતરણ વ્યવસ્થા વધુ અસરકારક બનશે તેવી અપેક્ષા છે, જેથી ઉનાળાની શરૂઆતમાં કે કોઈપણ કટોકટીના સમયે સામાન્ય નાગરિકોને અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો ન પડે.