April 4, 2026
રાજનીતિ

અમદાવાદ મનપાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજો સહિત 10 પૂર્વ કોર્પોરેટરોએ ટિકિટ માગી

07:26:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">અમદાવાદ મનપાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજો </span>સહિત 10 પૂર્વ કોર્પોરેટરોએ ટિકિટ માગી</strong></p>

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની 10,005 બેઠકો માટે 26 એપ્રિલે યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસ કાર્યાલયમાં બેઠકોનો દોર શરૂ થયો છે, તો બીજી તરફ ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટવાંચ્છુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા માટે બે દિવસ ચાલેલી ભાજપની સેન્સ પ્રક્રિયામાં 2200 થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી છે.

26 એપ્રિલે 10,005 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન 

રાજ્યમાં એકસાથે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10,005 બેઠકો માટે આગામી 26 એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે. ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાતા જ તમામ રાજકીય પક્ષોએ પોતાના શ્રેષ્ઠ ઉમેદવારો મેદાનમાં ઉતારવા માટે કવાયત તેજ કરી દીધી છે.

અમદાવાદમાં 2 દિવસમાં 2200 થી વધુ દાવેદારો ઉમટ્યા 

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા હાથ ધરવામાં આવેલી બે દિવસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. આ પ્રક્રિયામાં ટિકિટ માટે ભારે પડાપડી જોવા મળી હતી. પ્રથમ દિવસે 2 એપ્રિલના રોજ 1200 થી વધારે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જ્યારે બીજા દિવસે 3 એપ્રિલના રોજ પણ 1000 થી વધુ લોકોએ ટિકિટ માટે દાવો રજૂ કર્યો હતો. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર લઘુમતી વિસ્તારો ગણાતા જમાલપુર અને મકતમપુરા વોર્ડમાં ભાજપ તરફથી દાવેદારોની સંખ્યા નહિવત જોવા મળી હતી.

પૂર્વ ચેરમેનો અને દિગ્ગજ નેતાઓએ નોંધાવી દાવેદારી 

ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, 3 એપ્રિલે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં અનેક દિગ્ગજ નેતાઓએ ફરીથી ટિકિટ માંગી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણીએ બોડકદેવ વોર્ડમાંથી અને હિતેશ બારોટે થલતેજ વોર્ડમાંથી દાવેદારી કરી છે. ઘાટલોડિયા વોર્ડમાંથી ભાજપના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ પટેલ સહિતના અન્ય દાવેદારો મેદાનમાં છે.

મેયર પદના દાવેદાર ધરમસિંહ દેસાઈ અને તેમના પુત્ર પણ રેસમાં 

આ વખતની ચૂંટણીમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે, AMTS કમિટીના પૂર્વ ચેરમેન ધરમસિંહ દેસાઈએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. રાજકીય વર્તુળોમાં ધરમસિંહ દેસાઈને અમદાવાદના મેયર પદ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે, તેમની સાથે તેમના પુત્ર ધનરાજ દેસાઈએ પણ ટિકિટ માટે દાવેદારી નોંધાવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.