April 7, 2026
રાજનીતિ

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને મળી ટિકિટ?

08:52:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);"><strong>ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : </strong></span>કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને મળી ટિકિટ?</p>

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ હવે તેના ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિએ આક્રમક રણનીતિ અપનાવીને મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. રાજ્યના 7 મુખ્ય શહેરોમાં સત્તા કબજે કરવાના મક્કમ નિર્ધાર સાથે કોંગ્રેસે કુલ 243 ઉમેદવારોને ટિકિટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ યાદીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રાજકોટ બેઠક બની છે, જ્યાં ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાને રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 2માંથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. 

આ યાદીમાં અમદાવાદ મહાનગરપાલિકા માટે સૌથી વધુ 90 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, જેમાં ગોતા, ચાંદલોડિયા, નવરંગપુરા અને વેજલપુર જેવા પ્રતિષ્ઠિત વોર્ડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટમાં 40, સુરતમાં 26, જામનગરમાં 22, મોરબીમાં 23, વડોદરામાં 18 અને ભાવનગરમાં 22 ઉમેદવારોના નામ સાથે કોંગ્રેસે પોતાની પેનલો મજબૂત બનાવી છે. અમદાવાદના વોર્ડમાં ઉમેદવારો ઉતારીને કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડવાની તૈયારીઓ તેજ કરી દીધી છે.

ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાતા હવે તમામ શહેરોમાં પ્રચારની રણભેરી ફૂંકાઈ ગઈ છે. ખાસ કરીને સુરત અને વડોદરા જેવા ઔદ્યોગિક શહેરોમાં પણ પક્ષે નવા અને જૂના ચહેરાઓનું મિશ્રણ કરીને સંતુલિત યાદી તૈયાર કરી છે. મોરબી અને ભાવનગરમાં પણ 23 અને 22 ઉમેદવારોના નામ સાથે કોંગ્રેસે સ્થાનિક મુદ્દાઓને પ્રાધાન્ય આપીને મતદારોને રીઝવવાના પ્રયાસો શરૂ કર્યા છે. પ્રથમ યાદી જાહેર થતા જ કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં બાકી રહેલા વોર્ડ માટે પણ ટૂંક સમયમાં નામોની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

01

02

03

04

05

06

07

08

09