April 1, 2026
ગુજરાત

રાજ્યમાં રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: અફવાઓથી દૂર રહેવા અને ઘરે બેઠા ડિજિટલ બુકિંગ કરવા સરકારની અપીલ

06:59:00 PM
Save
Mar 20, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">રાજ્યમાં રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: </span>અફવાઓથી દૂર રહેવા અને ઘરે બેઠા ડિજિટલ બુકિંગ કરવા સરકારની અપીલ</strong></p>

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને ખાતરી આપવામાં આવી છે કે રાજ્યમાં રાંધણગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. સરકારે લોકોને ગેસની અછત અંગેની કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવા અને એજન્સીઓ પર લાઈનમાં ઊભા રહેવાને બદલે ઓનલાઈન માધ્યમોથી ઘરે બેઠા જ સિલિન્ડર બુક કરાવવા ખાસ અનુરોધ કર્યો છે.

ઓનલાઈન અને ડિજિટલ માધ્યમોથી બુકિંગની સરળ સુવિધા 

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નાગરિકોને ઘરે બેઠા સરળતાથી ગેસ મળી રહે તે માટે વોટ્સએપ, મિસ્ડ કૉલ, SMS, અને મોબાઈલ એપ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ અને વોલેટથી પણ બુકિંગ થઈ શકે છે.

IOCLના જણાવ્યા અનુસાર મોબાઇલ દ્વારા LPG બુકિંગ માટે નીચે મુજબની સુવિધાઓનો ઉપયોગ કરી શકાય છે. 

વોટ્સએપ માટે: 7588888824
રજીસ્ટર્ડ નંબર દ્વારા કોલથી બુકિંગ માટે: 8454955555
SMS / IVRS બુકિંગ માટે:  7718955555 
મોબાઇલ એપ:  IndianOil ONE
ઓનલાઇન પોર્ટલ:  https://cx.indianoil.in

HP ગેસની બુકિંગ માટે નીચેની સુવિધાઓ ઉપલબ્ધ છે:
વોટ્સએપ માટે: 9222201122
રજીસ્ટર્ડ નંબર દ્વારા કોલથી બુકિંગ માટે: 9493602222
SMS / IVRS બુકિંગ માટે:  8888823456
મોબાઇલ એપ:  HP PAY
ઓનલાઇન પોર્ટલ:  https://myhpgas.in

ભારતગેસ દ્વારા સરળ બુકિંગ સુવિધાઓ
વોટ્સએપ માટે : 1800224344
રજીસ્ટર્ડ નંબર દ્વારા કોલથી બુકિંગ માટે: 7710955555
SMS / IVRS બુકિંગ માટે:  7715012345
મોબાઇલ એપ:  HelloBPCL
ઓનલાઇન પોર્ટલ:  my.ebharatgas.com 

ગ્રાહકોને સમયસર મળી રહી છે હોમ ડિલિવરી 

ઘરેલુ ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકોને પ્રાથમિકતાના ધોરણે સિલિન્ડર પહોંચાડવામાં આવી રહ્યા છે. ખેડા જિલ્લાના ઠાસરાના ગ્રાહક મહિપાલસિંહ પરમાર અને અન્ય ગ્રાહક પરેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે, "અમને ગેસના બાટલા નિયમિત અને સમયસર મળી રહ્યા છે, સર્વિસમાં કોઈ જ સમસ્યા નથી." કાલસર ગામના નાઝીમખાન પઠાણે પણ સરળતાથી સિલિન્ડર મળતો હોવાની પુષ્ટિ કરી હતી. મોડાસાની ખુશી એચપી ગેસ એજન્સીના સંચાલક હરિશ્ચંદ્રસિંહ ભાટીએ જણાવ્યું કે, "સરકાર તરફથી પૂરતો સ્ટોક છે અને રોજ ગાડીઓ આવે છે. ગ્રાહકો બુકિંગ કરાવે એટલે 2 દિવસમાં ડિલિવરી મળી જાય છે, તેથી પેનિક થવાની કોઈ જરૂર નથી."

વિતરણ પર ચુસ્ત દેખરેખ અને હેલ્પલાઈન કાર્યરત 

ગેસ વિતરણમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા અને પુરવઠો સુનિશ્ચિત કરવા માટે રાજ્યની તમામ જાહેર અને ખાનગી ગેસ એજન્સીઓ પર રેવન્યૂ અને પોલીસ કર્મચારીઓ દ્વારા ચુસ્ત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ નાગરિકને રાંધણગેસને લગતી સમસ્યા કે પ્રશ્ન હોય, તો તેઓ રાજ્ય સરકારના ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 1800-233-0222 પર સંપર્ક કરી શકે છે. આગામી સમયમાં પણ તંત્ર દ્વારા ડિલિવરી વ્યવસ્થા પર સતત નજર રાખવામાં આવશે.