April 1, 2026
ગુજરાત

બદલી અને બઢતીનો ગંજ: ગુજરાતમાં 35 TDO ની આંતરિક બદલી, વર્ગ-3 ના 118 કર્મચારીઓને પ્રમોશન

04:47:00 PM
Save
Mar 30, 2026
Share :
<p>બદલી અને બઢતીનો ગંજ:<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong> ગુજરાતમાં 35 TDO ની આંતરિક બદલી, વર્ગ-3 ના 118 કર્મચારીઓને પ્રમોશન</strong></span></p>

ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી સંવર્ગના અધિકારીઓની મોટાપાયે બદલી અને વર્ગ-3ના કર્મચારીઓને વર્ગ-2માં બઢતી આપતા આદેશો જારી કરવામાં આવ્યા છે. આ ફેરફારથી રાજ્યના તાલુકા કક્ષાના વહીવટમાં નવી ઊર્જા અને ગતિ આવશે. વહીવટી સુધારો કરવાના હેતુથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા વર્ગ-2ના કુલ 35 તાલુકા વિકાસ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓ વહીવટી જરૂરિયાત અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

જે અધિકારીઓની બદલી થઈ છે તેમને તાત્કાલિક અસરથી તેમના નવા કાર્યસ્થળ પર હાજર થવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પંચાયત વિભાગના વર્ગ-ના કુલ 118 જેટલા કુશળ કર્મચારીઓને ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2 માં બઢતી આપવામાં આવી છે. આ બઢતી પામેલા કર્મચારીઓને રૂ. 44,900 થી રૂ. 1,42,400 ના પે-સ્કેલ મુજબ નવી નિમણૂક આપવામાં આવી છે. લાંબા સમયથી પ્રમોશનની રાહ જોતા કર્મચારીઓમાં આ નિર્ણયથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બઢતી મેળવનારા અધિકારીઓમાં સુરેન્દ્રનગરના નાયબ ચીટનીશ એસ.આઇ. ઝીંઝુવાડીયાને બોટાદના બરવાળાના TDO તરીકે અને રાજકોટના નાયબ ચીટનીશ રાકેશ રાઠોડને મોરબીના માળીયામીયાણાના TDO તરીકે નવી જવાબદારી સોંપાઈ છે. આ નવી નિમણૂકોથી ગ્રામીણ વિકાસના કાર્યોમાં વધુ ચોકસાઈ અને ઝડપ આવવાની અપેક્ષા છે. આ વહીવટી પ્રક્રિયા દરમિયાન ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવેલી કેટલીક બદલીઓને મૂળ અસરથી રદ કરવામાં આવી છે.

જેમાં સુરેન્દ્રનગરના વઢવાણના TDO ગીતાબેન શીરોયા અને પંચમહાલના શહેરાના TDO પાર્થકુમાર પટેલ સહિત પાંચ અધિકારીઓનો સમાવેશ થાય છે. વિભાગે વહીવટી અનુકૂળતા મુજબ આ અગાઉના આદેશોમાં ફેરફાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પંચાયત વિભાગમાં ઘણા સમયથી પ્રમોશનના ઓર્ડર પેન્ડિંગ હતા. આ 118 નિમણૂકો બાદ પણ રાજ્યમાં હજુ અંદાજે 100 જેટલી TDOની જગ્યાઓ ખાલી હોવાનું જણાય છે. સરકાર દ્વારા કરવામાં આવેલા આ સામૂહિક બઢતી અને બદલીના આદેશોથી તાલુકા પંચાયતોમાં અધિકારીઓની અછત દૂર થશે અને સરકારી યોજનાઓનું અમલીકરણ વધુ પ્રભાવી બનશે.