ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર, અમદાવાદના 50 PI સહિત રાજ્યનાં 518 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોની સામૂહિક બદલીના આદેશ...
સમગ્ર ગુજરાતમાં આજે વહેલી સવારે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી આવશે તેવી વાતો વહેતી થઈ હતી. જેમાં સવારે 250 થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીનું લિસ્ટ આવ્યું એટલે કે તેમાં PSIમાંથી PI બનેલા લોકોની યાદી હતી. ત્યારે ઘણા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની જે અટકડો હતી જે આજે પૂરી થઈ છે. તેમાં એક સાથે 518 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. આ 518 પોલીસ ઇન્સ્પેક્ટરમાં ઘણા પોલીસ ઇન્સ્પેક્ટર એવા છે જે એમણે એક જ શહેરમાં કે જગ્યાએ ત્રણ વર્ષથી વધુ નોકરી કરી છે. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આ બદલી થઈ જવાની છે તેવી વાતો હતી. જે આજે તમામ અટકણોનો અંત આવ્યો છે. આ બદલીના આદેશોએ એવા અનેક પોલીસ અધિકારીઓને મોટી રાહત આપી છે જેઓ લાંબા સમયથી અંગત કે કૌટુંબિક સમસ્યાઓને કારણે પોતાની બદલી માટે મથામણ કરી રહ્યા હતા. જે અગાઉ અનેક વખત DGP કચેરીમાં પગથિયાં ચડી આવ્યા પરંતુ કોઈનું કશું થયું નહીં. તે તમામનું આજે બદલીમાં નામ આવતા એક રાહત મળી છે. અમદાવાદ શહેરમાં એક સાથે 50 પોલીસ ઇન્સ્પેક્ટર બદલી થતાં અમદાવાદ શહેરના અડધાથી વધુ પોલીસ ઇન્સ્પેક્ટર હવે બદલાશે તેવી તૈયારીઓ થઈ ગઈ છે.
ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતેથી ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (વહીવટી વિભાગ) દ્વારા સત્તાવાર યાદી જાહેર કરીને રાજ્યના કુલ 518 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોની (PI) તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અથવા વહીવટી જરૂરિયાત મુજબ બદલીને પાત્ર અધિકારીઓની યાદી તૈયાર કર્યા બાદ આખરે 26 માર્ચના રોજ આ વિશાળ ફેરબદલનો આદેશ જારી કરવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર રાજ્યના પોલીસ તંત્રમાં ભારે હલચલ જોવા મળી રહી છે.
આ હુકમ મુજબ, બદલી પામેલા તમામ પોલીસ ઈન્સ્પેક્ટરોએ પોતાના વર્તમાન સ્થળ પરથી તાત્કાલિક છૂટા થઈને સોંપવામાં આવેલા નવા ગંતવ્ય સ્થાને હાજર થવાનું રહેશે. પોલીસ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બદલીઓ વહીવટી પ્રક્રિયાનો ભાગ છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરોના પોલીસ સ્ટેશનો તેમજ ક્રાઈમ બ્રાન્ચ અને ACB જેવી મહત્વની શાખાઓમાં પણ આ ફેરબદલની અસર જોવા મળશે.
મહત્વની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓની બદલી થવાને કારણે સ્થાનિક સ્તરે સુરક્ષા વ્યવસ્થાના સમીકરણોમાં પણ ફેરફાર આવવાની શક્યતા છે. ખાસ કરીને જે અધિકારીઓ સંવેદનશીલ વિસ્તારોમાં ફરજ બજાવતા હતા, તેમને અન્ય જગ્યાએ ખસેડીને અનુભવી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
01
02
03
04
05
06
07
08
09
10
11
12
13
14
15
16
17
18