April 1, 2026
સ્પોર્ટ્સ

ગિલની ગર્જના....આ વખતે ટ્રોફી આપણી જ હશે, આઈપીએલ 2026 માટે ગુજરાત ટાઇટન્સની રણનીતિનો ખુલાસો

12:56:00 PM
Save
Mar 27, 2026
Share :
<p>ગિલની ગર્જના....આ વખતે ટ્રોફી આપણી જ હશે, <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>આઈપીએલ 2026 માટે ગુજરાત ટાઇટન્સની રણનીતિનો ખુલાસો</strong></span></p>

આઈપીએલ-2026ની સીઝન શરૂ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાત ટાઈટન્સના યુવા કેપ્ટન શુભમન ગિલે ટીમનો લક્ષ્યાંક સ્પષ્ટ કરી દીધો છે. અમદાવાદમાં યોજાયેલી એક વિશેષ પ્રેસ કોન્ફરન્સમાં ગિલે હૂંકાર કર્યો હતો કે ટીમ આ વખતે માત્ર આક્રમક ક્રિકેટ જ નહીં, પરંતુ દરેક પરિસ્થિતિમાં જીત મેળવીને ફરી એકવાર ટ્રોફી કબજે કરવાના મક્કમ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ટીમની બેટિંગ રણનીતિ વિશે વાત કરતા ગિલે જણાવ્યું કે, "અમે કોઈ એક મેચમાં 300-350 રન ફટકારવાના મોહમાં નથી. અમારો મુખ્ય ટાર્ગેટ સામી ટીમ કરતા વધુ રન બનાવીને જીત મેળવવાનો છે.

ભલે તે જીત 4 રનથી હોય કે 200 રનથી, સાતત્યપૂર્ણ પ્રદર્શન અને લક્ષ્ય હાંસલ કરવું એ જ અમારી પ્રાથમિકતા છે. કેપ્ટન ગિલે સ્પષ્ટ કર્યું હતું કે ગુજરાત ટાઈટન્સ માત્ર અનુકૂળ વિકેટ પર જ નહીં, પરંતુ તમામ પ્રકારની પીચ અને સ્થિતિમાં જીતવા માંગે છે. આ વાતને સમર્થન આપતા કોચ આશિષ નેહરાએ પણ ઉમેર્યું હતું કે ટીમ હોમ ગ્રાઉન્ડ હોય કે બહાર, દરેક સ્થિતિમાં વિરોધી ટીમ સામે લડવા સજ્જ છે. શુભમન ગિલે પુષ્ટિ કરી છે કે આ સીઝનમાં પણ સાઈ સુદર્શન તેની સાથે ઓપનિંગમાં બેટિંગ કરવાનું ચાલુ રાખશે.

ટીમ ઓપનિંગ જોડીમાં કોઈ નવા પ્રયોગો કરવાના પક્ષમાં નથી, કારણ કે છેલ્લા કેટલાક સમયથી આ જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. કોચ આશિષ નેહરાએ મિડલ ઓર્ડર બેટ્સમેનોનો બચાવ કરતા કહ્યું કે, ઉપરના ક્રમના બેટ્સમેનો વધુ રન બનાવતા હોવાથી મિડલ ઓર્ડરને ઓછી ઓવરો રમવા મળે છે. એક-બે મેચમાં ફિનિશિંગ ન થઈ શક્યું હોય તે ચિંતાનો વિષય નથી, ટીમનો મધ્યમ ક્રમ મજબૂત છે.  

આ વખતે ગુજરાત ટાઈટન્સની ટીમમાં રાશિદ ખાન, સાઈ સુદર્શન જેવા જૂના ખેલાડીઓ સાથે જોસ બટલર અને મોહમ્મદ સિરાજ જેવા દિગ્ગજ ખેલાડીઓનો ઉમેરો થયો છે, જે ટીમને વધુ સંતુલિત બનાવે છે. ગુજરાત ટાઈટન્સ તેના અભિયાનની શરૂઆત 31 માર્ચના રોજ મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ સામે કરશે. આ મેચ સાથે જ ટીમના વિજય રથનો પ્રારંભ થશે તેવી ચાહકોને આશા છે.