April 1, 2026
ગુજરાત

ગુજરાત વિધાનસભામાં આગામી સપ્તાહે UCC બિલ પર થશે ચર્ચા: 209 પાનાના ડ્રાફ્ટમાં લગ્ન નોંધણી કરાઈ ફરજિયાત

05:52:00 PM
Save
Mar 21, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ગુજરાત વિધાનસભામાં આગામી સપ્તાહે UCC બિલ પર થશે ચર્ચા: </span>209 પાનાના ડ્રાફ્ટમાં લગ્ન નોંધણી કરાઈ ફરજિયાત</strong></p>

ગુજરાત સરકાર સમાન નાગરિક સંહિતાલાગુ કરવાની દિશામાં અંતિમ તબક્કાની તૈયારીઓ કરી રહી છે. રાજ્ય મંત્રીમંડળની મંજૂરી મળ્યા બાદ, આગામી સપ્તાહે ગુજરાત વિધાનસભામાં આ ઐતિહાસિક બિલ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. 209 પાનાના આ બિલમાં લગ્ન, છૂટાછેડા અને નોંધણીને લગતા કડક અને સ્પષ્ટ નિયમો ઘડવામાં આવ્યા છે.

સમિતિના વ્યાપક રિપોર્ટ બાદ કેબિનેટની ઔપચારિક મંજૂરી 

નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને UCC અંગેનો પોતાનો વ્યાપક અહેવાલ સુપરત કર્યો હતો. આ અહેવાલના આધારે ગત બુધવારે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં યુસીસીના અમલીકરણને ઔપચારિક મંજૂરી આપી દેવામાં આવી છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, હવે આગામી સપ્તાહમાં આ બિલને વિધાનસભા સત્રમાં રજૂ કરી તેના પર ઝીણવટભરી ચર્ચા કરાશે.

લગ્ન નોંધણી ફરજિયાત, ન કરાવવા પર દંડની જોગવાઈ 

વિધાનસભામાં બિલ રજૂ થાય તે પહેલાં જ સરકારે 209 પાનામાં તેના વિગતવાર નિયમો અને જોગવાઈઓ જાહેર કરી છે. આ બિલની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ મુજબ, રાજ્યમાં દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જોકે, કાયદામાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો કોઈ કારણસર લગ્ન નોંધાયેલા ન હોય તો પણ તે લગ્નને અમાન્ય ગણવામાં આવશે નહીં, પરંતુ નિયત સમયમાં નોંધણી ન કરાવનાર વ્યક્તિને કાયદાકીય દંડ ફટકારવામાં આવી શકે છે.

જૂના લગ્નો અને લગ્ન કરાર માટેના સ્પષ્ટ નિયમો 

આ કાયદો માત્ર નવા લગ્નો પૂરતો સીમિત નથી. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પહેલા જે લગ્નો થઈ ચૂક્યા છે, તેમના માટે પણ નોંધણીની એક ચોક્કસ પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવી છે. આ ઉપરાંત, બિલના ડ્રાફ્ટમાં લગ્ન સમારંભની રીતો અને લગ્ન કરાર અંગેના નિયમોનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આગામી સપ્તાહે વિધાનસભામાં આ તમામ નિયમો પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે વિગતવાર ચર્ચા થશે. આ કાયદો પસાર થવાથી રાજ્યમાં તમામ નાગરિકો માટે કૌટુંબિક કાયદાઓમાં સમાનતા આવશે અને વહીવટી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે તેવી અપેક્ષા છે.