આવતીકાલે પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી કમોસમી વરસાદની કરી આગાહી કરવામાં આવી છે. 7 એપ્રિલ વેસ્ટન ડિસ્ટબનસ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે 6 થી 12 તારીખ વાતાવરણ શુષ્ક રહેશે. આવતીકાલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વીજળી પડવાની શક્યતાઓ પણ છે. આંધી તોફાન સાથે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એકે દાસના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી 2 દિવસ માટે માછીમારો ને દરિયો ન ખેડવા પણ આપી સૂચના આપવામાં આવી છે.પવન 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે. અત્યારે બે સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે વેસ્ટન ડિસ્ટબનસ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે.
આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 તાપમાન રહેશે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. સૌથી વધારે રાજકોટમાં 36.3 ડિગ્રી તાપમાન નોંધાયું. 34.5 ગાંધીનગરમાં તાપમાન નોંધાયું.