April 1, 2026
ગુજરાત

ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે: 3 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની હવામાન વિભાગની આગાહી

06:08:00 PM
Save
Mar 23, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે: </span>3 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની હવામાન વિભાગની આગાહી</strong></p>

ગુજરાત રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો ધીમે ધીમે ઊંચે જઈ રહ્યો છે. હવામાન વિભાગના અધિકારી એ. કે. દાસ દ્વારા આગામી દિવસો માટે રાજ્યના વાતાવરણ અને તાપમાન અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.

19 માર્ચ સુધી શુષ્ક વાતાવરણ અને તાપમાનમાં વધારાની શક્યતા 

હવામાન વિભાગની સત્તાવાર માહિતી મુજબ, આજથી આવતા 7 દિવસ એટલે કે 19 માર્ચ સુધી ગુજરાતમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેવાની સંભાવના છે. હાલમાં લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી, પરંતુ આગામી 3 દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે, જેનાથી લોકોને બપોરના સમયે આકરી ગરમીનો અહેસાસ થશે.

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ, પારો 37 ડિગ્રીએ પહોંચી શકે 

જો અમદાવાદ શહેરની વાત કરીએ તો, આજે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. જોકે, ગરમીમાં કોઈ રાહત મળવાની શક્યતા નથી, કારણ કે અમદાવાદનું મહત્તમ તાપમાન આજે 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અગાઉ નોંધાયેલા આંકડા મુજબ અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે પાટનગર ગાંધીનગરમાં તાપમાન 35.4 ડિગ્રી રહ્યું હતું.

રાજકોટ અને કેશોદમાં સૌથી વધુ 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું

રાજ્યના અન્ય શહેરોના તાપમાન પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રના રાજકોટ અને કેશોદમાં ગરમીનો પ્રકોપ સૌથી વધુ જોવા મળ્યો હતો. બંને શહેરોમાં સૌથી વધુ 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી તરફ, નલિયામાં 21.8 ડિગ્રી જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં રાજ્યનું સૌથી ઓછું 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમની અસર 

હવામાન વિભાગના અધિકારી એ. કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં જમ્મુ કાશ્મીરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આ ઉપરાંત, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય જોવા મળી રહી છે. હવામાન વિભાગે વધુમાં ઉમેર્યું છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમ તરફની રહેશે.