April 1, 2026
ગુજરાત

ગુજરાતમાં હવામાન પલટાની આગાહી: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની શક્યતા, માછીમારોને એલર્ટ

01:43:00 PM
Save
Mar 25, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ગુજરાતમાં હવામાન પલટાની આગાહી:</span> 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની શક્યતા, માછીમારોને એલર્ટ</strong></p>

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં મોટા ફેરફારની આગાહી કરવામાં આવી છે. એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 29 અને 30 માર્ચના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારો માટે પણ ખાસ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

25 થી 28 માર્ચ સુધી શુષ્ક વાતાવરણ, ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે આપેલી માહિતી મુજબ, 25 થી 31 માર્ચ દરમિયાન રાજ્યના હવામાનમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળશે. શરૂઆતના દિવસોમાં એટલે કે 25 થી 28 માર્ચ સુધી રાજ્યમાં મુખ્યત્વે વાતાવરણ શુષ્ક રહેશે. પરંતુ, 28 માર્ચની રાત્રિથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવશે.

29 અને 30 માર્ચે કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના ? 

આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 29 માર્ચના રોજ કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટા પડવાની શક્યતા છે. ત્યારબાદ 30 માર્ચના રોજ આ સિસ્ટમ વધુ સક્રિય થતા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે.

તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, અમરેલી સૌથી ગરમ 

આગામી 48 કલાક સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. જોકે, ત્યારબાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ગગડી શકે છે. હાલમાં રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં 37.3°C નોંધાયું છે, જે સામાન્ય કરતા થોડું ઓછું છે. અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યાં મહત્તમ તાપમાન 36°C અને લઘુત્તમ તાપમાન 25°C ની આસપાસ રહી શકે છે.

પવનની ગતિ વધશે, 29 માર્ચે માછીમારો માટે એલર્ટ 

હવામાનમાં પલટાની સાથે પવનની ગતિમાં પણ વધારો થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15 થી 20 નોટ્સ રહેવાની શક્યતા છે, જ્યારે વરસાદ દરમિયાન પવન 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની તેજ ઝડપે ફૂંકાઈ શકે છે. આ તોફાની પરિસ્થિતિની આશંકાને જોતા હવામાન વિભાગે 29 માર્ચ માટે માછીમારોને ખાસ એલર્ટ આપ્યું છે અને ઉત્તર તેમજ દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો ન ખેડવા માટે કડક સૂચના જારી કરી છે.