April 1, 2026
ગુજરાત

ઐતિહાસિક દિવસ: ગુજરાત વિધાનસભામાં આજે રજૂ થશે ‘સમાન નાગરિક સંહિતા’ બિલ

10:45:00 AM
Save
Mar 24, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ઐતિહાસિક દિવસ:</strong></span> ગુજરાત વિધાનસભામાં આજે રજૂ થશે ‘સમાન નાગરિક સંહિતા’ બિલ</p>

ગુજરાતના કાયદાકીય અને સામાજિક ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. રાજ્ય સરકાર દ્વારા આજે વિધાનસભામાં 'સમાન નાગરિક સંહિતા' વિધેયક 2026 રજૂ કરવામાં આવ્યું છે. 'ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026' તરીકે ઓળખાતા આ બિલ સાથે જ ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે જે તમામ ધર્મના નાગરિકો માટે સમાન કાયદો લાગુ કરશે. આ વિધેયકની સૌથી મહત્વની જોગવાઈ મુજબ, હવે તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન અને છૂટાછેડાની નોંધણી કરાવવી ફરજિયાત બનશે. આ પગલાથી કાયદાકીય પ્રક્રિયામાં પારદર્શિતા આવશે અને મહિલાઓના અધિકારોનું રક્ષણ થશે.

બિલમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે પણ કડક જોગવાઈઓ કરવામાં આવી છે, હવે લિવ-ઇન પાર્ટનર્સે રજિસ્ટ્રાર પાસે પોતાના સંબંધો અંગેનું નિવેદન સબમિટ કરવું પડશે. આ સાથે જ આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર ગણવામાં આવશે અને તેમને તમામ કાયદાકીય અને વારસાકીય સુરક્ષા પૂરી પાડવામાં આવશે. વારસાઈ હક્કોમાં રહેલી વિસંગતતાઓને દૂર કરીને તમામ નાગરિકો માટે એકસમાન નિયમો લાગુ કરવામાં આવશે. આ ફેરફારથી મિલકત અને વારસા સંબંધિત વિવાદોમાં ઘટાડો થશે અને સામાજિક ન્યાય સુનિશ્ચિત થશે.

સામાજિક સંતુલન અને રૂઢિગત પરંપરાઓને ધ્યાનમાં રાખીને, આ સંહિતામાંથી અનુસૂચિત જનજાતિઓ અને સુરક્ષિત રૂઢિગત અધિકારો ધરાવતા ચોક્કસ જૂથોને સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા છે, જેથી તેમની વિશિષ્ટ સંસ્કૃતિ જળવાઈ રહે. આ વિધેયક સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિના અહેવાલના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. સમિતિએ લાખો નાગરિકોના સૂચનો અને વિવિધ કાયદાકીય પાસાઓનો ઊંડો અભ્યાસ કરીને આ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.

આ કાયદો માત્ર ગુજરાતમાં રહેતા લોકો જ નહીં, પરંતુ રાજ્યની બહાર રહેતા ગુજરાતના મૂળ રહેવાસીઓને પણ લાગુ પડશે. આ રીતે ગુજરાત સરકાર સમગ્ર રાજ્યમાં કાયદાકીય એકરૂપતા લાવવા માટે કટિબદ્ધ છે.આ મહત્વકાંક્ષી બિલને પસાર કરાવવા માટે શાસક પક્ષ દ્વારા તમામ ધારાસભ્યોને 'વ્હીપ' જાહેર કરીને હાજર રહેવા આદેશ અપાયો છે. બીજી તરફ, વિપક્ષની પાંખી હાજરી વચ્ચે પણ ગૃહમાં આ મુદ્દે ગંભીર અને તોફાની ચર્ચા થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.