April 1, 2026
રાજનીતિ

બંગાળ સરકારને સુપ્રીમની ફટકાર...."તમારા માટે વિકાસ કરતા તહેવારો વધુ મહત્વના છે?"

10:45:00 AM
Save
Mar 24, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બંગાળ સરકારને સુપ્રીમની ફટકાર....</strong></span>"તમારા માટે વિકાસ કરતા તહેવારો વધુ મહત્વના છે?"</p>

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારના વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરતા એક મહત્વની ટકોર કરી છે. કોલકાતામાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીમાં થઈ રહેલા વિલંબ અને રાજ્ય સરકાર દ્વારા પોલીસ બંદોબસ્ત ન ફાળવવાના બહાના સામે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ પ્રશ્ન કર્યો હતો કે, શું સરકાર માટે વિકાસલક્ષી કાર્યો કરતા તહેવારોની તૈયારીઓ વધુ મહત્વની છે? આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે બંગાળ સરકારે હાઈકોર્ટમાં એવી દલીલ કરી હતી કે, રાજ્યમાં અત્યારે તહેવારોની તૈયારીઓ ચાલી રહી હોવાથી મેટ્રો પ્રોજેક્ટ માટે વધારાની પોલીસ વ્યવસ્થા પૂરી પાડી શકાય તેમ નથી.

આ જવાબથી સુપ્રીમ કોર્ટ લાલઘૂમ થઈ હતી અને જણાવ્યું હતું કે વિકાસ સાથે જોડાયેલા મુદ્દાઓમાં આ પ્રકારનું રાજકારણ ચલાવી લેવામાં આવશે નહીં. કોલકાતા મેટ્રોની 'ઓરેન્જ લાઇન'નો એક મહત્વનો હિસ્સો લાંબા સમયથી અટકી પડ્યો છે. પ્રોજેક્ટમાં વિલંબ થતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં દાવો કરાયો છે કે પશ્ચિમ બંગાળ સરકાર જરૂરી મંજૂરીઓ આપવામાં ઠાગાઠૈયા કરી રહી છે, જેના કારણે જાહેર જનતાની સુવિધા માટેનો આ પ્રોજેક્ટ વિલંબિત થઈ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "દરેક મામલાનું રાજકારણ ન થવું જોઈએ, ખાસ કરીને જ્યારે તે સીધો વિકાસ સાથે જોડાયેલો હોય." કોર્ટે હાઈકોર્ટના અગાઉના આદેશને યોગ્ય ઠેરવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જો રાજ્ય સરકાર સહકાર આપે તો આ પ્રોજેક્ટ નક્કી કરેલી સમય મર્યાદામાં પૂર્ણ થઈ શકે છેબીજી તરફ, રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલે બચાવમાં જણાવ્યું હતું કે, મેટ્રો કામગીરી માટે મુખ્ય રોડ બંધ કરવા પડે તેમ છે. જો આમ કરવામાં આવે તો એમ્બ્યુલન્સ અને અન્ય ઇમર્જન્સી વાહનોની અવરજવર પર માઠી અસર પડી શકે છે.

આ દલીલો બાદ, બંગાળ સરકારે હાઈકોર્ટના આદેશનું પાલન કરવા અને કામગીરી આગળ વધારવા માટે મે મહિના સુધીનો સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટની આ ફટકાર બાદ હવે બંગાળ સરકાર પર મેટ્રો પ્રોજેક્ટને ઝડપથી આગળ ધપાવવાનું દબાણ વધ્યું છે. પ્રોજેક્ટમાં પોલીસ સુરક્ષા અને વહીવટી મંજૂરીઓ હવે અનિવાર્ય બની ગઈ છે, જેથી કોલકાતાના નાગરિકોને મેટ્રો સુવિધાનો લાભ વહેલી તકે મળી શકે.