April 5, 2026
રાશિફળ

ગુરુનું મહારાશિ પરિવર્તન! 2 મહિના પછી આ 5 રાશિઓનું નસીબ ચમકશે, શું તમારી રાશિ છે આમાં?

10:41:00 AM
Save
Apr 5, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ગુરુનું મહારાશિ પરિવર્તન! </strong></span>2 મહિના પછી આ 5 રાશિઓનું નસીબ ચમકશે, શું તમારી રાશિ છે આમાં?</p>

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં અત્યંત શુભ અને ફળદાયી ગણાતા દેવગુરુ બૃહસ્પતિ આગામી ૨ જૂન, ૨૦૨૬ના રોજ મોટું રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. ગુરુ રાત્રે 2.25 વાગ્યે પોતાની ઉચ્ચ રાશિ ગણાતી 'કર્ક' રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીય ગણતરી મુજબ ગુરુ હાલમાં ખૂબ જ ઝડપી ગતિએ ભ્રમણ કરી રહ્યા છે, જેના કારણે વર્ષમાં ૨-૩ વખત રાશિ બદલશે. આ ગોચર તમામ 12 રાશિઓ પર વ્યાપક અસર પાડશે, પરંતુ ખાસ કરીને 5 રાશિઓ માટે આ સમયગાળો સુવર્ણકાળ સાબિત થશે. મેષ અને વૃષભ રાશિના જાતકો માટે આ ગોચર અત્યંત ભાગ્યશાળી રહેવાનું છે.

મેષ રાશિના જાતકોને નોકરીમાં પદોન્નતિ અને સામાજિક સન્માન મળશે, સાથે જ સ્થાવર મિલકત કે નવું વાહન ખરીદવાના મજબૂત યોગ બની રહ્યા છે. બીજી તરફ, વૃષભ રાશિના લોકો માટે મુસાફરી, પર્યટન અને સ્વતંત્ર વ્યવસાયમાં મોટો આર્થિક લાભ જોવા મળશે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે અને મિત્રો તથા ભાઈ-બહેનોના સહયોગથી આવકમાં ધરખમ વધારો થશે. મિથુન અને કન્યા રાશિના જાતકો માટે પણ ગુરુનું આ ભ્રમણ વરદાન સમાન સાબિત થશે.

મિથુન રાશિના જાતકોની વાણી અને જ્ઞાનમાં તેજ આવશે, જેનાથી તેમને સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે અને જૂના દેવામાંથી મુક્તિ મળશે. કન્યા રાશિ માટે ગુરુ 11મા ભાવમાં ગોચર કરશે, જે આવક અને ઈચ્છા પૂર્તિનો ભાવ છે. આ સમયગાળા દરમિયાન લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થશે અને સંતાન પક્ષ તરફથી પણ સુખદ સમાચાર મળવાની પૂરેપૂરી શક્યતા છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે ગુરુનું નવમા ભાવમાં ભ્રમણ પ્રગતિ અને નવા સાહસોના દ્વાર ખોલશે. આ રાશિના લોકોમાં નવા ઉત્સાહનો સંચાર થશે અને ધાર્મિક યાત્રાના યોગ બનશે.

તુલા અને સિંહ રાશિના જાતકો માટે પણ આ સમય મિશ્ર છતાં સકારાત્મક ફળ આપનારો રહેશે. તુલા રાશિમાં પરિવારમાં માંગલિક પ્રસંગોનું આયોજન થઈ શકે છે, જ્યારે સિંહ રાશિના જાતકોને આધ્યાત્મિક કાર્યોમાં ખર્ચ થવા છતાં માનસિક શાંતિનો અનુભવ થશે. ગુરુનું પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ભ્રમણ કરવું એ વર્ષ 2026ની સૌથી મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના છે. આ ગોચર માત્ર વ્યક્તિગત જીવનમાં જ નહીં, પરંતુ સામાજિક અને આર્થિક સ્તરે પણ મોટા સકારાત્મક પરિવર્તનો લાવશે.