April 2, 2026
ધર્મ દર્શન

બજરંગબલીને પ્રસન્ન કરવા હનુમાન જયંતીએ અચૂક કરો આ પાંચ કામ, દરેક સંકટમાંથી મળશે મુક્તિ.

11:37:00 AM
Save
Mar 31, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બજરંગબલીને પ્રસન્ન કરવા હનુમાન જયંતીએ અચૂક કરો આ પાંચ કામ,</strong></span> દરેક સંકટમાંથી મળશે મુક્તિ.</p>

હિન્દુ ધર્મમાં હનુમાન જયંતીને અત્યંત શુભ અને શક્તિશાળી પર્વ માનવામાં આવે છે. આ દિવસ ભગવાન હનુમાનના જન્મોત્સવ તરીકે ઉજવાય છે. ખાસ કરીને જે લોકો જીવનમાં ભય, અવરોધો અથવા સંકટોનો સામનો કરી રહ્યા છે, તેમના માટે આ દિવસ વરદાન સમાન છે. માન્યતા છે કે આ દિવસે સાચા મનથી બજરંગબલીની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને જીવનમાં સાહસ તથા સફળતાનો સંચાર થાય છે.

ચાંગ અનુસાર, વર્ષ 2026 માં ચૈત્ર પૂર્ણિમા તિથિનો પ્રારંભ 1 એપ્રિલના રોજ સવારે 7:06 વાગ્યે થશે અને તે 2 એપ્રિલના રોજ સવારે 7:41 વાગ્યે પૂર્ણ થશે. ઉદયાતિથિ મુજબ, હનુમાન જયંતી 2 એપ્રિલ 2026, ગુરુવાર ના રોજ મનાવવામાં આવશે.

હનુમાન જયંતી પર કરવાના ખાસ ઉપાયો:

1. હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ પૂજાના સ્થાને લાલ વસ્ત્ર બિછાવી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરો. દીવો પ્રગટાવી, ફૂલ અર્પણ કરી વિધિપૂર્વક હનુમાન ચાલીસાનો પાઠ કરો. જો જીવનમાં સતત સમસ્યાઓ આવી રહી હોય, તો શ્રદ્ધાપૂર્વક 'બજરંગ બાણ' નો પાઠ કરવાથી કઠિનમાં કઠિન અવરોધો દૂર થાય છે.

2. નાળિયેરનો ચમત્કારી ઉપાય એક જળ ભરેલું નાળિયેર લો, તેના પર હળદર, કુમકુમ અને ચોખા લગાવી હનુમાનજીના ચરણોમાં અર્પણ કરો. ત્યારબાદ 21 વાર હનુમાન ચાલીસાના પાઠ કરો. આ નાળિયેરને લાલ કપડામાં બાંધીને આખા ઘરમાં ફેરવી, ઘરના મુખ્ય દ્વાર પાસે એવી જગ્યાએ લટકાવો જ્યાં હવા અને પ્રકાશ આવતા હોય. આનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે.

3. રામ નામની માળા અને સિંદૂરનો ચોલો હનુમાનજીને રામ નામ અત્યંત પ્રિય છે. પીપળાના 11 પાન પર તેલ અને સિંદૂરથી 'રામ' લખી તેની માળા બનાવી હનુમાનજીને અર્પણ કરો. આ ઉપરાંત, આ દિવસે હનુમાનજીને સિંદૂર અને ચમેલીના તેલનો ચોલો ચડાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપાય શત્રુ બાધા અને ભયને દૂર કરવામાં રામબાણ સાબિત થાય છે.

આ હનુમાન જયંતીએ આ સરળ ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરવાથી પવનપુત્ર હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવન મંગલમય બને છે.