April 1, 2026
ભારત

કેન્દ્ર સરકાર : રાજ્યો માટે વાણિજ્યિક LPG ફાળવણી વધારીને 70% કરાઈ, ઉદ્યોગોને મળશે રાહત

01:53:00 PM
Save
Mar 27, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">કેન્દ્ર સરકાર : </span>રાજ્યો માટે વાણિજ્યિક LPG ફાળવણી વધારીને 70% કરાઈ, ઉદ્યોગોને મળશે રાહત</strong></p>

કેન્દ્ર સરકારે દેશના ઔદ્યોગિક ક્ષેત્ર અને વ્યવસાયોને મોટી રાહત આપતા રાજ્યોની વાણિજ્યિક એલપીજી ફાળવણીમાં 70% સુધીનો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ પગલાનો મુખ્ય હેતુ ઉદ્યોગોને વાણિજ્યિક LPG નો સરળ અને અવિરત પુરવઠો પૂરો પાડવાનો છે.

સ્ટીલ, કાપડ અને ઓટોમોબાઈલ ઉદ્યોગો માટે 20% ખાસ ફાળવણી 

સરકારના આ નવા નિર્ણય મુજબ, વધારવામાં આવેલી કુલ ફાળવણીમાંથી 20% હિસ્સો ખાસ કરીને સ્ટીલ, ઓટોમોબાઈલ, કાપડ અને અન્ય શ્રમ-સઘન ઉદ્યોગોને આપવામાં આવશે. મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે આ ફાળવણીમાં એવા ઉદ્યોગોને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે જ્યાં ઇંધણ તરીકે પાઇપ ગેસનો કોઈ જ વિકલ્પ ઉપલબ્ધ નથી. આ નિર્ણયથી લાખો કામદારોને રોજગારી આપતા ઉદ્યોગોને ઇંધણની અછતનો સામનો કરવો પડશે નહીં અને તેમની ઉત્પાદન પ્રક્રિયા સુચારુ રીતે ચાલતી રહેશે.

વિશ્વમાં કડક નિયંત્રણો, જ્યારે ભારતમાં ઊર્જા સુરક્ષા મજબૂત: હરદીપ સિંહ પુરી 

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને વૈશ્વિક ઊર્જા કટોકટી અને ભારતની મજબૂત સ્થિતિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાલમાં જ્યારે બાકીનું વિશ્વ બળતણ સંરક્ષણ માટે ઓડ-ઇવન વાહન વ્યવહાર, 4 દિવસના કાર્ય અઠવાડિયા, શાળા અને ઓફિસો બંધ રાખવા તેમજ બળતણના ભાવમાં 20% થી 30% સુધીનો તોતિંગ વધારો કરવા જેવા કડક પગલાં લઈ રહ્યું છે, ત્યારે ભારતની સ્થિતિ એકદમ સુરક્ષિત છે. મંત્રીના મતે, ભારત હજુ પણ ઊર્જા સુરક્ષા, ઉપલબ્ધતા અને પોષણક્ષમતાના મામલે ઉત્તમ સ્રોત બની રહ્યું છે.