April 4, 2026
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાનો 'બ્લુ પ્રિન્ટ' તૈયાર: 2027 ઓડીઆઈ વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાની ભૂમિકા હશે અત્યંત નિર્ણાયક

04:30:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ટીમ ઈન્ડિયાનો 'બ્લુ પ્રિન્ટ' તૈયાર: </strong></span>2027 ઓડીઆઈ વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાની ભૂમિકા હશે અત્યંત નિર્ણાયક</p>

BCCI અને ભારતીય ટીમ મેનેજમેન્ટે 2027ના વનડે વર્લ્ડ કપ માટે અત્યારથી જ વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે. આ મેગા ઈવેન્ટ માટે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમનો 'ટ્રમ્પ કાર્ડ' માનવામાં આવી રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, સિલેક્ટર્સે હાર્દિકને સ્પષ્ટ સૂચના આપી છે કે તેણે પોતાની બોલિંગ ક્ષમતા અને ફિટનેસ પર વધુ ભાર મૂકવો પડશે. દક્ષિણ આફ્રિકાની ઉછાળવાળી પીચો પર હાર્દિકની ભૂમિકા અત્યંત નિર્ણાયક હોવાથી તેને જરૂર પડ્યે 10 ઓવરનો ક્વોટા પૂરો કરવા માટે શારીરિક રીતે સજ્જ થવા જણાવાયું છે.

હાલમાં IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી કરી રહેલા હાર્દિક પંડ્યાને મેનેજમેન્ટે સ્પષ્ટ કરી દીધું છે કે હવે તેણે વનડે ક્રિકેટમાં માત્ર પાર્ટ-ટાઇમ બોલર તરીકે નહીં, પણ ફુલ-ટાઇમ બોલર તરીકેની જવાબદારી નિભાવવી પડશે. તેને આગામી મેચોમાં પોતાના સ્પેલના પૂરા 10 ઓવર નાખવા માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.  સિલેક્ટર્સનું માનવું છે કે દરેક મેચમાં કદાચ હાર્દિક પાસે 10 ઓવર ન પણ નખાવવામાં આવે, પરંતુ જ્યારે ટીમમાં વધારાના બેટ્સમેન કે બોલરની જરૂર હોય અને સંતુલન જાળવવાનું હોય, ત્યારે હાર્દિક પાસે 10 ઓવર ફેંકવાની ક્ષમતા હોવી અનિવાર્ય છે.

આ માટે તેણે પોતાની બોલિંગ ઈન્ટેન્સિટી અને ફિટનેસમાં નોંધપાત્ર સુધારો કરવો પડશે.  વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકાની ઝડપી અને બાઉન્સી પીચો પર યોજાવાનો છે. આવી પરિસ્થિતિમાં હાર્દિક પંડ્યા જેવા સીમ બોલિંગ ઓલરાઉન્ડરની અસરકારકતા વધી જાય છે. BCCIના સૂત્રોના જણાવ્યા મુજબ, હાર્દિકની બોલિંગ ત્યાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે તેમ છે, તેથી મેનેજમેન્ટ તેને એક મુખ્ય બોલિંગ હથિયાર તરીકે જોઈ રહ્યું છે. સામાન્ય રીતે કેપ્ટન હાર્દિક પાસેથી 6 થી 7 ઓવરની અપેક્ષા રાખતા હોય છે, પરંતુ વર્લ્ડ કપ જેવા મોટા મંચ પર જો કોઈ મુખ્ય બોલર ખર્ચાળ સાબિત થાય અથવા ઈજાગ્રસ્ત થાય, ત્યારે હાર્દિક પંડ્યા 'પ્લાન-બી' તરીકે 10 ઓવર નાખી શકે તેટલો સક્ષમ હોવો જોઈએ.

આ જ હેતુથી મેનેજમેન્ટે તેને અત્યારથી જ આ દિશામાં કામ કરવા નિર્દેશ આપ્યા છે.હાર્દિક પંડ્યા માટે આ એક મોટો પડકાર છે કારણ કે ભૂતકાળમાં તેની ઈજાઓએ તેને લાંબો સમય મેદાનથી દૂર રાખ્યો હતો. જોકે, ટીમ મેનેજમેન્ટને તેના પર પૂરો ભરોસો છે. જો હાર્દિક પૂર્ણ ક્ષમતા સાથે બોલિંગ કરશે, તો ભારત પાસે વધારાના સ્પિનર કે બેટ્સમેનને ટીમમાં સામેલ કરવાની તક રહેશે, જે ટાઈટલ જીતવા માટે મહત્વનું પગલું બની રહેશે.