April 7, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

સુરતના હજીરા કાંઠા વિસ્તારમાં સિંચાઈના પાણીની રામાયણ, રહીશોએ તંત્રને આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી

03:37:00 PM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરતના હજીરા કાંઠા વિસ્તારમાં સિંચાઈના પાણીની રામાયણ,</strong></span> રહીશોએ તંત્રને આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી</p>

સુરતના હજીરા કાંઠા વિસ્તારના રહીશો અને ખેડૂતોએ સિંચાઈના પાણીના પ્રશ્ને તંત્ર સામે બાંયો ચઢાવી છે. છેલ્લા 12 દિવસથી ડાંગરના પાક માટે કેનાલમાંથી પૂરતું પાણી ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના બહિષ્કારની ગંભીર ચીમકી ઉચ્ચારી છે. હજીરા વિસ્તારના ખેડૂતોનો મુખ્ય આધાર ડાંગરની ખેતી પર છે. હાલ ડાંગરના પાકને પાણીની સખત જરૂર છે, પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી.

સુરતના દરિયાકાંઠાના ગામોમાં સિંચાઈના પાણીનો પ્રશ્ન વધુ ગૂંચવાયો છે. ડાંગરની ખેતી કરતા ખેડૂતોએ સિંચાઈ વિભાગ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષથી તેમને અન્યાય થઈ રહ્યો છે. પાણીના અભાવે આર્થિક ફટકો પડતા હવે રહીશોએ એકસૂરે આગામી ચૂંટણીઓના બહિષ્કારની જાહેરાત કરી દીધી છે.પાણીના અભાવે ખેતરોમાં ઉભો પાક સુકાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.  સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, છેલ્લા ત્રણ વર્ષથી સિંચાઈ વિભાગ દ્વારા સમયસર પાણી આપવામાં આવતું નથી.

દર વર્ષે ડાંગરનો પાક પાણી વગર બગડી રહ્યો છે, વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી, જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે.ખેડૂતોએ આક્રમક વલણ અપનાવતા જણાવ્યું છે કે, "જો આગામી દિવસોમાં ડાંગરના પાક માટે તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે, તો હજીરા કાંઠા વિસ્તારના તમામ રહીશો આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે."

ખેડૂતોના આ આક્રોશને જોતા સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. હવે જોવાનું એ રહે છે કે, ખેડૂતોની આ ચીમકી બાદ સિંચાઈ વિભાગ સફાળું જાગીને પાણી છોડવાની વ્યવસ્થા કરે છે કે પછી આગામી ચૂંટણીમાં નેતાઓને જનતાના રોષનો ભોગ બનવું પડે છે. છેલ્લા ત્રણ વર્ષથી તેમને અન્યાય થઈ રહ્યો છે. પાણીના અભાવે આર્થિક ફટકો પડતા હવે રહીશોએ એકસૂરે આગામી ચૂંટણીઓના બહિષ્કારની જાહેરાત કરી દીધી છે.