April 5, 2026
હેલ્થ

એસિડિટીથી લઈને ડિહાઇડ્રેશન સુધી, ઉનાળાની તમામ સમસ્યાઓનો એક જ ઈલાજ એટલે ‘ફુદીનો'

10:41:00 AM
Save
Apr 5, 2026
Share :
<p>એસિડિટીથી લઈને ડિહાઇડ્રેશન સુધી, <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ઉનાળાની તમામ સમસ્યાઓનો એક જ ઈલાજ એટલે ‘ફુદીનો'</strong></span></p>

ઉનાળાની કાળઝાળ ગરમી અને લૂથી બચવા માટે લોકો અવનવા નુસખાઓ અપનાવતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તમારા રસોડામાં રહેલા નાના એવા લીલાછમ ફુદીનાના પાન એક 'સુપરફૂડ' સમાન છે? આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને ઉનાળામાં ફુદીનાના સેવનને સ્વાસ્થ્ય માટે વરદાન માને છે. ફુદીનામાં રહેલું મેન્થોલ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ માત્ર શરીરનું તાપમાન જ જાળવી રાખતા નથી, પરંતુ એસિડિટી, ડિહાઇડ્રેશન અને માનસિક તણાવ જેવી ગંભીર સમસ્યાઓ સામે પણ રક્ષણ આપે છે.

જો તમે પણ ગરમીમાં હેલ્ધી અને ઠંડક અનુભવવા માંગતા હોવ, તો જાણો કેવી રીતે ફુદીનો તમારા ડાયટમાં જાદુઈ ફેરફાર લાવી શકે છે. એક કુદરતી વરદાન સમાન છે. ફુદીનામાં રહેલું મેન્થોલ માત્ર શરીરને ઠંડક જ નથી આપતું, પરંતુ અનેક ગંભીર બીમારીઓ સામે રક્ષણ પણ આપે છે. ફુદીનાને તમે અનેક રીતે ડાયટમાં સામેલ કરી શકો છો. ફુદીનાની ચટણી, દહીંનું રાયતું, સલાડમાં પાન ઉમેરીને અથવા ફુદીનાનો પાવડર છાશમાં નાખીને પીવાથી તેના પૂરેપૂરા ફાયદા મેળવી શકાય છે. સસ્તો અને સરળતાથી ઉપલબ્ધ એવો ફુદીનો ઉનાળામાં તમારા રસોડાનો અનિવાર્ય ભાગ હોવો જોઈએ.

પાચનતંત્ર માટે વરદાન

ઉનાળામાં અવારનવાર પાચનને લગતી સમસ્યાઓ જેવી કે ગેસ, એસિડિટી, અપચો અને કબજિયાત સતાવતી હોય છે. ફુદીનો પાચન પ્રક્રિયાને વેગ આપે છે અને પેટને હળવું રાખવામાં મદદ કરે છે. જો તમે દરરોજ ફુદીનાની ચટણી અથવા રાયતાનું સેવન કરો છો, તો તે ભૂખ વધારવામાં પણ અત્યંત મદદરૂપ સાબિત થાય છે.

ડિહાઇડ્રેશન અને એનર્જી બૂસ્ટર

વધુ પડતા પરસેવાને કારણે શરીરમાં પાણીની અછત એટલે કે ડિહાઇડ્રેશનનો ખતરો વધી જાય છે. આવી સ્થિતિમાં ફુદીનાનું પાણી અથવા લીંબુ-ફુદીનાનું શરબત પીવાથી શરીર લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રહે છે. તે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવે છે અને દિવસભર તમને તાજગી અને એનર્જીનો અનુભવ કરાવે છે.

તણાવ અને માનસિક સ્વાસ્થ્ય

ગરમીને કારણે થતો માથાનો દુખાવો અને માનસિક તણાવ ઘટાડવામાં ફુદીનો અકસીર છે. ફુદીનાના પાનની સુગંધ અને તેની ચા મનને શાંત કરે છે. સવારે ખાલી પેટે ફુદીનાનું પાણી પીવાથી આખો દિવસ માનસિક પ્રસન્નતા જળવાઈ રહે છે અને પરસેવાની દુર્ગંધ જેવી સમસ્યામાં પણ રાહત મળે છે.

વજન ઘટાડવા અને ઈમ્યુનિટીમાં મદદરૂપ

ફુદીનો એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વજન ઘટાડવા માંગતા લોકો માટે ફુદીનો બેસ્ટ ડાયટ ઓપ્શન છે, કારણ કે તે મેટાબોલિઝમ સુધારે છે. આ સિવાય તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે અને બેક્ટેરિયા સામે લડવાની શક્તિ આપે છે.